ETV Bharat / bharat

ગુણવત્તા ભર્યા શિક્ષણનો સોનેરી માર્ગ

યુનિવર્સિટીઓ ઉચ્ચ શિક્ષણ આપતી એવી જગ્યાઓ છે, જ્યાં નવતર વિચારો જન્મે છે અને સર્જનાત્મકતાની પાંખો ફેલાય છે. યુનિવર્સિટીઓ સમાજના સક્ષમ માનવ સંસાધન ઉજાગર કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. આજે આ યુનિવર્સિટીઓની સ્થિતિ શું છે ? મોટા ભાગની યુનિવર્સિટીઓ અપર્યાપ્ત નાણાં ભંડોળ અને શૈક્ષણિક કર્મચારીઓની તંગીનો સામનો કરી રહી છે.

education
ગુણવત્તાભર્યા શિક્ષણ
author img

By

Published : Apr 5, 2020, 10:57 AM IST

ન્યૂઝ ડેસ્કઃ સંસદીય સ્થાયી સમિતિનો અહેવાલ કેન્દ્રિય માનવ સંસાધન મંત્રાલયને પડેલો તમાચો છે. ચાલુ નાણાં વર્ષે ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી રૂા. 58,000 કરોડના ભંડોળની માગણી સામે તાજેતરના કેન્દ્રિય અંદાજપત્રમાં લગભગ રૂા. 39,000 કરોડ ફાળવવામાં આવ્યાં છે ! આટલું ભંડોળ મૂળભૂત સુવિધાઓ સ્થાપવા માટે અને વિદ્યાર્થી-શિક્ષકનો વાજબી ગુણોત્તર મેળવવા શૈક્ષણિક નિમણૂકો કરવા માટે અપર્યાપ્ત હોવાનું જણાવીને અસંતોષ વ્યક્ત કરતાં સ્થાયી સમિતિએ વિવિધ સ્તરે ખાલી જગ્યાઓની વિગતો ટૂંકમાં રજૂ કરી છે. સમિતિએ નોંધ્યું છે કે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (એનઆઈટી)માં 37.7 ટકા ખાલી જગ્યાઓ છે અને લગભગ એટલી જ ખાલી જગ્યાઓ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં છે, ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી)માં 29 ટકા ખાલી જગ્યા છે, એટલે કે હાલમાં લગભગ 78,000 પદો ખાલી છે. આનો અર્થ એ થાય કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાંથી ત્રીજા ભાગની સંસ્થાઓ શૈક્ષણિક કર્મચારીઓ વિનાની છે. પાયાની સમસ્યા જણાવતાં નીતિ આયોગના સભ્ય વી.કે. સારસ્વતે જણાવ્યું છે કે ચીને એક વર્ષ માટે ઉચ્ચ શિક્ષણને ફાળવેલાં રૂા. 10 લાખ કરોડની સરખામણીએ આપણે કરેલી ભંડોળની ફાળવણી સમુદ્રના એક બિંદું સમાન છે. ઉચ્ચ શિક્ષણ માટે દેશના 97 ટકા વિદ્યાર્થીઓ ધરાવતી 865 સંસ્થાઓને 49 ટકા ભંડોળ અને આઈઆઈટી, આઈઆઈએમ અને એનઆઈટીને 50 ટકા કરતાં વધુ ભંડોળ આપીને શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલી ભંડોળની ફાળવણી અને પ્રાથમિકતાઓ સ્થાયી સમિતિને તર્કસંગત જણાતી નથી.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના ચેરમેન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને સાત દાયકા અગાઉ જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણને સમયસર બળવત્તર બનાવવું આવશ્યક છે, જેથી તેની હંમેશા વધતી જતી જરૂરિયાતને પહોંચી વળી શકાય. રાષ્ટ્ર નિર્માણમાં ઉચ્ચ શિક્ષણનું મહત્ત્વ સમજવામાં પસાર થતી સરકારોની અજ્ઞાનતાને કારણે યુનિવર્સિટીઓમાં ખાલી શૈક્ષણિક જગ્યાઓ ભેગી થતી ગઈ. નીતિ આયોગે તાજેતરમાં જ ભારતમાં દર વર્ષે બે લાખ વિદ્યાર્થીઓને આકર્ષવા માટે સ્પેશિયલ એજ્યુકેન સેન્ટર્સ સ્થાપવાની દરખાસ્ત મૂકી છે. વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવામાં ભારત, વિશ્વમાં 26મા ક્રમે છે. મોદી સરકારે ગયા વર્ષે લગભગ આ જ સમયે 30 દેશો માટે 'સ્ટડી ઈન ઈન્ડિયા' યોજના મૂકીને વિદ્યાર્થીઓને આકર્ષવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ખરી સમસ્યા વર્તમાન યુનિવર્સિટીઓ તેમજ નવી ઉભરતી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ખાલી શૈક્ષણિક પદો માટે જરૂરી લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવારો મેળવવાની છે. હકીકત એ છે કે પી.એચડી. અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ ઈન્ટરવ્યુમાં ખરાબ રીતે નિષ્ફળ થાય છે, જે દર્શાવે છે કે ઉચ્ચ શિક્ષણનાં ધોરણો નીચાં જઈ રહ્યાં છે. ભાવિ પેઢીના ઘડતર માટે આવાં નીચલા સ્તરના જથ્થામાંથી શિક્ષણવિદોને શોધવાનું સાચોસાચ પડકારજનક છે. બે વર્ષ અગાઉ, યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)એ ઉચ્ચ શિક્ષણમાં શિક્ષણનાં ધોરણોને કથળતાં અટકાવવા માટે નવી માર્ગદર્શિકા ઘડી હતી. નકલી પીએચડીના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, જે ખરેખર આઘાતજનક છે. આ સંજોગોમાં ઉચ્ચ ધોરણો હાંસલ કરવાની ઊંડી સમજણ સાથે લાંબા ગાળાની કાર્ય યોજનામાં જ સાચો ઉકેલ રહેલો છે.

નવી શોધમાં સરકારોના રસ અને માનવ સંસાધનના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાને પગલે શ્રમ ઉત્પાદકતા તેમજ કુલ ઘરેલુ ઉત્પાદન હાંસલ થાય છે. પેઢીઓ સુધી મસ્તક ઉન્નત રહે એવા રાષ્ટ્રોના નિર્માણ માટે શિક્ષણ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ દેશમાં આવું આ ઉમદા ક્ષેત્ર પાયાના તબક્કાથી જ નબળું છે. અગાઉ જાહેર કરાયેલા યુનેસ્કોના અભ્યાસ મુજબ, ભારત પાસે 15 કરોડ શાળાઓનો પ્રભાવશાળી, ભવ્ય ખજાનો હોવા છતાં નબળા શાળાકીય અભ્યાસને કારણે ભારત વિશ્વ કરતાં 15 વર્ષ પાછળ છે. માળખાકીય સુવિધાઓથી માંડીને શૈક્ષણિક કર્મચારીઓ સુધીના તમામ સ્તરે બિનકાર્યક્ષમતાની અસર બાળકોની કુદરતી પ્રતિભા ઉપર પડે છે. શિક્ષકની તાલીમ આપતી દેશની 19 હજાર તાલીમ સંસ્થાઓમાં પ્રવર્તતી આ શિથિલતા દૂર નહીં થાય ત્યાં સુધી શિક્ષણનું સ્તર સુધરી નહીં શકે. વિવિધ સ્તરે શિક્ષકોની તંગીનો સામનો કરી રહેલા 74 દેશોની યાદીમાં ભારત મોખરે છે. આને કારણે શિક્ષણની ગુણવત્તા કથળતી જાય છે. ચીન તેના પીએચડીની ડિગ્રી ધરાવતા અને વિદેશની યુનિવર્સિટીઓમાં કામ કરી રહેલા એક લાખથી વધુ શિક્ષકોને તગડા પગાર ઓફર કરીને પરત આવવા આકર્ષી રહ્યો છે. ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે તેમને યોગ્ય પદ, વળતર અને તાલીમ ઓફર કરવા સહિત બધું જ કરી છૂટવું પડે એમ છે. નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ (નેશનલ એજ્યુકેશનલ પોલિસી)ના ધ્યેય મુજબના જ્ઞાન-આધારિત ગતિશીલ દેશના માળખાની રચના ગ્રામ્ય સ્તરેથી શરૂ થતી હોય તે આવશ્યક છે. આવું ગુણવત્તાભર્યું શિક્ષણ રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસની ખરી તાકાત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.