નવી દિલ્હીઃ દિલ્હીની કોવિડ હોસ્પિટલોમાં અવારનવાર એવા બનાવો સામે આવ્યા છે જેમાં કોરોના દર્દીનું મૃત્યુ થાય ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા તેમના પરિજનોને જાણ પણ કરવામાં આવતી ન હતી. અમુક દિવસો સુધી હોસ્પિટલમાં રાખ્યા બાદ બારોબાર તેનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવતો હતો.
હવે આ અંગે કેન્દ્ર દ્વારા હોસ્પિટલોને સૂચના આપવામાં આવી છે કે કોરોના દર્દીના અંતિમ વિધિ સમયે તેના પરિજનોની હાજરી હોવી અનિવાર્ય છે. દિલ્હીના તમામ હોસ્પિટલો મળીને હજીસુધી 36 મૃતદેહો છે જેમના અંતિમ સંસ્કાર હજીસુધી થયા નથી. કેમકે તેમના પરિજનો દિલ્હીથી બહાર હતા. હવે તેઓ પાછા આવે ત્યારે તેમને હોસ્પિટલ દ્વારા મૃતદેહો સોંપવામાં આવશે.