ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં પંચાયત ચૂંટણીની જાહેરાત, 370ની નાબૂદી બાદ પહેલી ચૂંટણી

ચુંટણી પંચે જમ્મુ-કાશ્મીરમાં પંચાયત ચૂંટણીની જાહેર કરી છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર કુમારે જણાવ્યું કે, ચૂંટણીમાં બેલેટ બૉક્સનો ઉપયોગ કરવામાં આવશે અને 8 તબક્કામાં ચૂંટણી કરાવવામાં આવશે.

ETV BHARAT
ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીરમાં પંચાયતની ચૂંટણી કરવાનું જાહેર કર્યું
author img

By

Published : Feb 13, 2020, 3:32 PM IST

શ્રીનગર: ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીરમાં પંચાયત ચૂંટણી કરાવવાનું જાહેર કર્યું છે. કલમ 370 રદ્દ થયા બાદ આ પ્રથમ પંચાયત ચૂંટણી છે. જે 3 માર્ચ બાદ કરવામાં આવશે. આ ચૂંટણી 8 તબક્કામાં થશે. જેમાંથી જમ્મુ-કાશ્મીરમાં 4 તબક્કામાં ચૂંટણી થશે.

પ્રથમ તબક્કાનું મતદાન 8 માર્ચના રોજ કરવામાં આવશે, જ્યારે અંતિમ તબક્કાની ચૂંટણી 20 માર્ચના રોજ કરવામાં આવશે. બાંડીપુરના 12 બ્લૉકમાં 9 માર્ચના રોજ ચૂંટણી યોજાવાની છે. જેમાં 45 સરપંચ અને 603 પંચની ચૂંટણી કરાવવામાં આવશે.

ગાંદરબલના તમામ 7 બ્લૉકમાં 41 સરપંચ, 165 પંચ, બડગામમાં તમામ 17 બ્લૉકમાં 157 સરપંચ અને 1941 પંચ, આ ઉપરાંત પુલવામાંના તમામ 11 બ્લૉકમાં 151 સરપંચ અને 1437 પંચ, શોપિયાના તમામ બ્લૉકમાં 73 સરપંચ અને 752 પંચનું મતદાન કરવામાં આવશે. આ ઉપરાંત લુલગામના 1 બ્લૉકમાં 8 માર્ચના રોજ ચૂંટણી થવાની છે. જેમાં 1353 પંચ-સરપંચ માટે વોટિંગ થવાનું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.