ન્યૂઝ ડેસ્ક : ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને સાઉથ કોરીયા જેવા દેશો પણ આ વાયરસને રોકવામાં નિષ્ફળ ગયા છે. આ વાયરસનો સૌપ્રથસ કેસ નોંધાયા 45 દીવસમાં કોરોનાના 1,00,000 કેસ નોંધાયા હતા જ્યારે ત્યાર બાદના માત્ર 9 દીવસની અંદર કોરોના વાયરસના કેસનો આંકડો 2,00,000 લાખ સુધી પહોંચી ગયો હતો. વાયરસના ચેપને ફેલાતો રોકવા માટે વડાપ્રધાન મોદીએ 22 માર્ચના રોજ દેશભરમાં કર્ફ્યુની જાહેરાત કરી હતી. તેમણે Covid-19ને કોઈ વિશ્વયુદ્ધથી પણ વધુ ભયાનક ગણાવ્યો હતો. તેમણે કહ્યુ કે સોશીયલ ડીસ્ટન્સીંગ જ આ મુસીબતનો સૌથી અસરકારક ઇલાજ હોઈ શકે છે. તેલંગાણાના સીએમ કેસીઆરે પણ પીએમ મોદીની જ વાતને દોહરાવી હતી. તેમણે પણ કહ્યું કે હાલના તબક્કે સામાજિક અંતર બનાવી રાખવું એ આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે. ભારતથી પણ વધુ સારી હેલ્થકેર સીસ્ટમ ધરાવતા દેશો પણ આ મહામારીના શરૂઆતના દીવસોમાં સાવધાની ન રાખવાને કારણે હાલ તેની મોટી કીંમત ચુકવી રહ્યા છે. ઇટાલીની હાલની આ દુર્દશા અને હજારો નાગરીકોના મૃત્યુની પરીસ્થીતિ પણ ત્યાંના નાગરીકોની બેદરકારી અને સરકારના બેજવાબદારીભર્યા વલણનુ જ પરીણામ છે. ભારતમાં એ પ્રકારનો વિનાશ રોકવા માટે આપણી સરકારે અને લોક પ્રતિનીધીઓએ તાત્કાલીક પગલા લેવા જરૂરી છે. ભારતની 66% વસ્તી ગામડામાં વસે છે. આ મહામારીને ફેલાતી રોકવા વ્યક્તિગત સ્વચ્છતા રાખવીએ સૌથી પહેલુ પગલુ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની સાથે લોકોએ પણ સક્રીય ભૂમીકા ભજવવી પડશે. જો આપણે વ્યક્તિગત રીતે તકેદારી રાખીશુ અને સરકારના આદેશોનુ પણ પાલન કરીશુ તો સમજો આપડે અડધી લડાઈ જીતી ગયા !
મુખ્યત્વે ખાંસી અને ઉધરસથી ફેલાતા Covid-19ને રોકવા માટે અનેક દેશોમાં ધાર્મીક સ્થળો, થીએટર, મ્યુઝીયમ, જીમ અને સ્કુલને બંધ કરી દેવામાં આવ્યા છે. ન્યુ જર્સી અને સન ફ્રાન્સીસ્કો જેવા શહેરોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ફ્રાન્સ અને સ્પેઇન જેવા દેશોમાં પણ કર્ફ્યુનું કડક પાલન કરાવવામાં આવી રહ્યુ છે. પોતાના દેશની અંદર આ મહામારીને ફેલાતી રોકવા માટે ચીને લીધેલા પગલા ઉદાહરણરૂપ છે. ચીનની સરકારે ચીનની બહારના નાગરીકોને શહેરોની અંદર લટાર મારતા રોકવા માટે અનેક સર્વેલન્સ ઓફિસરને તૈનાત કરી દીધા. જો ભારતના દરેક ગામડામાં આ પદ્ધતિ લોકો દ્વારા અપનાવી લેવામાં આવે તો આપણે કોરોના વાયરસ સામેની આ લડત જીતી શકીએ છીએ. તેલંગાણામાં સામે આવેલા મોટા ભાગના કેસોમાં દર્દીઓ વિદેશી નાગરીકોના છે. ગામડામાં બહારથી આવતા લોકોને રોકવા એ ખુબ જરૂરી છે. ગામડાના લોકોએ પોતાના રાજકીય મતમતાંતરથી આ મુસાબતના સમયમાં દુર રહેવુ ખુબ જરૂરી છે. બહારથી આવનારા યાત્રીકોએ બે અઠવાડીયાના કોરન્ટાઈનનું પાલન કરવું પણ અનિવાર્ય છે જેથી આ વાયરસને ફેલાતો રોકી શકાય. હાથને વારંવાર સાબુથી ધોવા તેમજ કોઈપણ તહેવાર કે પાર્ટીની ઉજવણીને મોકુફ રાખવાથી આ વાયરસને ફેલાતો રોકી શકાય છે.
ભારતમાં Covid-19ના સૌ પ્રથમ ત્રણ કેસ કેરેલામાં નોંધાયા હતા. કેરેલા સરકારે ત્રણ તબક્કામાં પગલા લેતા પરીસ્થીતિને કાબુમાં કરી શકાઈ હતી. જે શંકાસ્પદ કેસ હતા તેમને અને તેમના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેશન રૂમમાં રાખીને તેમનો અન્ય લોકો સાથે સંપર્ક ઘટાડી દેવામાં આવ્યો હતો. બે વખતની તપાસમાં તેમના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ જ તેમને ડીસ્ચાર્જ કરાયા હતા. દેશના ઘણા રાજ્યોમાં હેલ્થકેરની નબળી પરીસ્થીતિ જોતા સાવધાની રાખવી વધુ જરૂરી છે. સમયસર આરોગ્યની સુવિધાઓના અભાવે દેશમાં વાર્ષિક 24 લાખ જીંદગીઓ મોતને ભેટે છે. આ ઉપરાંત તાવ અને ચેપી રોગો પણ આ મૃત્યુઆંકમાં વધારો કરે છે. જો ભારત જેવા દેશમાં કોરોના વાયરસનો ફેલાવો થાય તો આપણા દેશમાં હેલ્થકેર સીસ્ટમ પડી ભાંગશે. સત્તાવાર આંકડા પ્રમાણે ભારતની સરકારી હોસ્પિટલમાં કુલ 7,10,000 બેડની વ્યવસ્થા છે જેમાં 4,50,000 બેડ શહેરી વિસ્તારોમાં આવેલી હોસ્પિટલમાં છે. ગ્રામીણ વિસ્તારોમાં માત્ર 36% હિસ્સો છે. બીલ ગેટ્સે Covid-19ને સદીઓમાં એકવાર થનારી મહામારી ગણાવી છે. આ પરીસ્થિતીની વચ્ચે શું આપણી પાસે પુરતા સાધનો, હેલ્થકેરના તજજ્ઞો અને આરોગ્યની સુવિધાઓ છે? આ જ સમય છે કે જ્યારે ગામડાઓએ આ મહામારી સામે સામૂહિક લડત આપવા માટે એક થવું પડશે. જ્યાં સુધી વાયસને ફેલાતો રોકવાના પગલા લેવામાં નહી આવે ત્યાં સુધી ગ્રામીણ વિસ્તારોનું ભવિષ્ય ખતરામાં છે.