નવી દિલ્હીઃ મનોજ તિવારીએ કહ્યું કે, દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન દ્વારા અપાયેલું આ નિવેદન ખૂબ બેજવાબદાર છે. કેજરીવાલ સરકાર દિલ્હીની જનતા માટે તેની ભૂમિકા ક્યારેય સમજી શકી નથી. તેમનું જ્ઞાન અને સમજ ખૂબ જ મર્યાદિત છે. જેના દુષ્પરિણામ દિલ્હીની જનતા ભોગવી રહી છે.
રાજ્યના ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા દ્વારા કેન્દ્ર પાસેથી 5000 કરોડ રૂપિયાની માંગણી કરવા અને કેન્દ્ર તરફથી કોઈપણ પ્રકારની સહાય ન મેળવવાની માગના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, નાયબ મુખ્યપ્રધાન દ્વારા અપાયેલું આ નિવેદન ખૂબ બેજવાબદાર અને નીંદનીય છે. કેજરીવાલ સરકાર આજદિન સુધી દિલ્હીના લોકોની ભૂમિકા સમજી શકી નથી. પહેલેથીજ તેમની જાણકારી અને સમજગારી બહુ ઓછા છે. તેમનુ પરિણામ હજુ પણ લોકો ભોગવી રહ્યાં છે.
કેન્દ્રએ મફત રાશનનું વિતરણ કર્યુ, ખાતાધારકોને પૈસા આાપ્યા
મનોજ તિવારીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે દિલ્હી સરકારને 768 કરોડનું રાશન પૂરું પાડ્યું છે. જેથી કોઈ પણ વ્યક્તિ આ પરિસ્થિતિમાં રાશનથી વંચિત ન રહે, કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીના 46 લાખ જન ધન ખાતાધારકોના ખાતામાં 690 કરોડ આપવામાં આવ્યા હતા.
ગરીબોને મફત ગેસ, વૃદ્ધોને અને વિધવા મહિલાઓને પેન્શન
તિવારીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે 34 લાખ ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવા માટે 836 કરોડ 40 લાખ ખર્ચ કર્યા છે. તે જ સમયે, દિલ્હીના 8.12 લાખ વરિષ્ઠ નાગરિકો, વિધવા મહિલાઓ, અપંગ લોકોના ખાતામાં એક હજાર રૂપિયા આપવાા આવશે. જેના માટે કેન્દ્ર સરકારે 243 કરોડ 60 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.