નાગરિકાત સંશોધન બિલના વિરોધમાં આસામમાં ઉગ્ર પ્રદર્શન થઇ રહ્યું છે. તે દરમિયાન સેનાએ કહ્યું કે, તેમણે નહારકાટિયા રેલવે સ્ટેશન પર પ્રવાસીઓને બચાવવામાં આવ્યા છે. સેનાના જણાવ્યા મુજબ, વિરોધ દર્શાવનારા એક એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં આગ લગાવવા માગતા હતા.
સેનાના એક પ્રવક્તાએ જણાવ્યું કે, પ્રદર્શનકારીએ નહારકાટિયામાં સિલચર-ડિબ્રુગઢ બ્રહ્મપુત્ર એક્સપ્રેસને ઘેરી લીધી અને તે તેમાં આગ લગાવવા માગતા હતા.
તેમણે જણાવ્યું કે, રેલવે અધિકારીઓએ પ્રવાસીઓને બચાવવા માટે મદદની બુહાર લગાવી હતી. અધિકારીઓએ જાણકારી આપી કે, સેના અને આસામ રાઈફલ્સની ટુકડી યુદ્ધના ઘોરણે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. તેમણે તરત જ ટોળાને હાંકી કાઢ્યું.
ઉલ્લેખનીય છે કે, આસામમાં નાગરિકત્વ (સંશોધન) બિલ વિરૂદ્ધ હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ગુરૂવારે ગુવાહાટીના પોલીસ કમિશ્નર સહિત અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
કમિશ્નર અને સેક્રેટરી (ગૃહ અને રાજકારણ) આશુતોષ અગ્નિહોત્રીએ જણાવ્યું કે, ગુહાહાટી પોલીસ વડા દીપક કુમારની જગ્યાએ મુન્ના પ્રસાદ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. ગુપ્તા અગાઉ IGP (તાલીમ અને સશસ્ત્ર પોલીસ) તરીકે મુકાયા હતા.
કેટલાક વધારાના પોલીસ મહાનિર્દેશકો (ADGP) અને પોલીસ અધિક્ષક (AP)ની પણ બદલી કરવામાં આવી છે.
જાહેરનામાં મુજબ, ADGP (CID) એલ.આર બિશ્નોઇને પહેલા સ્થળાંતરીત કરીને ADGP (તાલીમ અને સશસ્ત્ર પોલીસ દળ)માં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં આ હુકમમાં સુધારો કરવામાં આવ્યો છે અને ADGP (CID)ના પદ પર નિયુક્ત રહેશે.
આ ઉપરાંત આદેશમાં જણાવવામાં આવ્યું કે, ડિબ્રૂગઢ, જોરહટ, ઉદલગુરૂ, ડિમા હાસાઓ, ગુવાહાટી પૂર્વી જોન, સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધી અને સરહદના પોલીસ સુપ્રિટેન્ડેન્ટની પણ બદલી કરવામાં આવી છે.
ગુવાહાટીના પૂર્વ ડેપ્યુટી કમિશનર રંજન ભુન્યાની જગ્યાએ સુહાસની સંકરાને નિયુક્ત કરવામાં આવ્યા છે. ભુન્યાને ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (ટ્રાફિક) બનાવવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે, ADGP એસ.એન સિંહ અને પોલીસ DGP આનંદ પ્રકાશ તિવારીને પણ રાજ્યમાં કાયદા વ્યવસ્થાનું ધ્યાન રાખવાના કામમાં લગાવી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, હજારો લોકો ગુવાહાટીમાં કર્ફ્યુનું ઉલ્લંધન કરી નાગરિકતા(સંશોધન) બિલના વિરૂદ્ધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર આવી ગયા છે. આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા ગેર મુસ્લિમ શર્ણાર્થીઓમે નાગરિકતા આપવાની જોગવાઈ છે.