વધુ ટેસ્ટ કરવાની જરૂરિયાત - વ્યક્તિને કૉવિડ-૧૯નો ચેપ છે કે નહીં તે ઓળખવા માટે ટેસ્ટ કરવો જરૂરી છે. અભ્યાસો દર્સાવે છે કે જ્યારે લક્ષણો દેખાવા લાગે તે માટે સંપર્કમાં આવે તે પછી ૨-૧૪ દિવસોની વચ્ચે ગમે ત્યારે તે થઈ શકે છે. આમ, ટેસ્ટથી નીચેની બાબતોમાં મદદ થાય છે.
- ચેપવાળી વ્યક્તિઓને ઓળખવી અને તેમની સામાજિક હિલચાલને નિયંત્રિત કરવી, નહીંતર તેઓ અજાણતાં આસપાસ ફરવા લાગશે અને ચેપ ફેલાવશે.
- ચેપ લાગેલા વ્યક્તિ માટે જરૂરી કાળજી લેવી અને જરૂરી પગલાંઓ લેવાં.
- ચેપના ફેલાવાને સમજવો જેથી સત્તાવાળાઓ મહામારીનો સામનો કરવામાં વધુ અસરકારક યોજના કરી શકે.
- વધુ ટેસ્ટિંગથી વાઇરસના પ્રચલનને વધુ ચોકસાઈથી સમજવામાં મદદ મળી શકે છે.
- દક્ષિણ કોરિયા સકારાત્મક ઉદાહરણ છે જ્યાં અગાઉથી ટેસ્ટિંગથી વાઇરસને ઓળખવા અને તેનો ફેલાવો થતો અટકાવવામાં મદદ મળી.
- અનેક અસરગ્રસ્ત દેશો માટે ટેસ્ટ કિટની પ્રાપ્યતા મોટો પડકાર છે જેના લીધે વિશ્વ ભરની સરકારોને ટેસ્ટિંગને પ્રાથમિકતા આપવાની ફરજ પડી રહી છે.
- સમયની માગ એ છે કે ટેસ્ટ કિટની સંખ્યા વધારવાના રસ્તા શોધવામાં આવે અથવા અસરકારક ટેસ્ટિંગ રણનીતિઓ વિકસાવવામાં આવે જેથી જેમનો ટેસ્ટ કરવાનો છે તેવા મોટી સંખ્યામાં લોકોનો ટેસ્ટ થઈ શકે. આ જ્યાં સુધી ન થાય અને ટેસ્ટિંગની સંખ્યા વધે તો આપણને ક્યારેય ખબર નહીં પડે કે કૉવિડ-૧૯નો ખરેખર કેટલો પ્રસાર થયો.
વિશ્વભરમાં કૉવિડ-૧૯ ટેસ્ટિંગ પર એક નજર
દેશ | ટેસ્ટની સંખ્યા | તાજી તારીખ |
ઑસ્ટ્રિયા | ૪૬,૪૪૧ | ૨૯.૦૩.૨૦૨૦ |
બેલ્જિયમ | ૪૪,૦૦૦ | ૨૮.૦૩.૨૦૨૦ |
ઝેક | ૪૦,૭૦૦ | ૨૮.૦૩.૨૦૨૦ |
ડેનમાર્ક | ૧૮,૮૧૦ | ૨૮.૦૩.૨૦૨૦ |
ફ્રાન્સ | ૧૦૧૦૪૬ | ૨૪.૦૩.૨૦૨૦ |
જર્મની | ૪૮૩૨૯૫ | ૨૬.૦૩.૨૦૨૦ |
ઈટાલી | ૪૨૯૫૨૬ | ૨૮.૦૩.૨૦૨૦ |
નેધરલેન્ડ્સ | ૪૬૮૧૦ | ૨૬.૦૩.૨૦૨૦ |
નૉર્વે | ૮૨૫૮૪ | ૨૮.૦૩.૨૦૨૦ |
પોલેન્ડ | ૩૮૬૭૪ | ૨૯.૦૩.૨૦૨૦ |
પૉર્ટુગલ | ૩૨૭૫૪ | ૨૮.૦૩.૨૦૨૦ |
રશિયા | ૨૪૩૩૭૭ | ૨૮.૦૩.૨૦૨૦ |
સ્પેન | ૩૫૦૦૦૦ | ૨૧.૦૩.૨૦૨૦ |
સ્વીડન | ૨૪૫૦૦ | ૨૫.૦૩.૨૦૨૦ |
સ્વિત્ઝર્લેન્ડ | ૧૦૬૦૦૦ | ૨૯.૦૩.૨૦૨૦ |
યુનાઇટેડ કિંગ્ડમ | ૧૨૦૭૭૬ | ૨૮.૦૩.૨૦૨૦ |
ઑસ્ટ્રેલિયા | ૧૩૮૬૨૩ | ૨૮.૦૩.૨૦૨૦ |
બ્રાઝિલ | ૪૫૭૦૮ | ૨૦.૦૩.૨૦૨૦ |
કેનેડા | ૧૮૪૨૦૧ | ૨૮.૦૩.૨૦૨૦ |
ચીન (માત્ર ગુઆંગડોંગ પ્રાંત) | ૩૨૦૦૦૦ | ૨૪.૦૩.૨૦૨૦ |
ભારત | ૨૭૬૮૮ | ૨૭.૦૩.૨૦૨૦ |
ઈરાન | ૮૦૦૦૦ | ૧૪.૦૩.૨૦૨૦ |
જાપાન | ૨૭૦૦૫ | ૨૭.૦૩.૨૦૨૦ |
મલયેશિયા | ૩૫૫૧૬ | ૨૮.૦૩.૨૦૨૦ |
મેક્સિકો | ૪૨૫૯ | ૨૮.૦૩.૨૦૨૦ |
પાકિસ્તાન | ૧૩૨૩૧ | ૨૮.૦૩.૨૦૨૦ |
ફિલિપાઇન્સ | ૨૬૮૬ | ૨૯.૦૩.૨૦૨૦ |
દક્ષિણ આફ્રિકા | ૩૧૯૬૩ | ૨૮.૦૩.૨૦૨૦ |
દક્ષિણ કોરિયા | ૩૯૪૧૪૧ | ૨૯.૦૩.૨૦૨૦ |
તાઇવાન | ૨૯૩૮૯ | ૨૮.૦૩.૨૦૨૦ |
તુર્કી | ૫૫૪૬૪ | ૨૮.૦૩.૨૦૨૦ |
યુએઇ | ૧૨૫૦૦૦ | ૧૬.૦૩.૨૦૨૦ |
યુએસએ | ૭૬૨૦૧૫ | ૨૯.૦૩.૨૦૨૦ |
દેશો કે જે આક્રમક રીતે ટેસ્ટિંગ હાથ ધરી રહ્યા છે
- → યુએસએમાં પૉઝિટિવ કેસોની સંખ્યામાં જે જબ્બર ઊછાળો છે તેનું કારણ કરવામાં આવી રહેલા ટેસ્ટની સંખ્યાને ગણાવી શકાય. સત્તાવાર અહેવાલો મુજબ, ૨૯ માર્ચ ૨૦૨૦ની સ્થિતિએ, ૭.૬૨ લાખથી વધુ ટેસ્ટ યુએસએમાં કરવામાં આવ્યા હતા, જે વિશ્વ ભરમાં સૌથી વધુ છે.
- → દક્ષિણ કોરિયાઈ પણ મહામારીને ઓળખવા અને તેને નિયંત્રિત કરવા માટે આક્રમક રીતે ટેસ્ટિંગ કરી રહ્યા છે જે ૩.૯૪ લાખ ટેસ્ટમાં દેખાઈ આવે છે.
- → ૧.૮૪ લાખ ટેસ્ટ હાથ ધરીને કેનેડા પણ તેની રીતે સક્રિય છે.
- → ઑસ્ટ્રેલિયાએ ૧.૩૮ લાખ ટેસ્ટ કર્યા છે.
- → ઈરાન કે જે ૧૪ માર્ચ ૨૦૨૦ના રોજ એક અહેવાલ મુજબ, સૌથી વધુ કૉવિડ-૧૯ના પૉઝિટિવ સોવાળા દેશો પૈકી એક છે તેણે ૮૦ હજાર ટેસ્ટ કર્યા છે.
- → યુનાઇટેડ આરબ અમીરાતે ૧૬ માર્ચ ૨૦૨૦ના રોજ એક ટ્વીટમાં કહ્યું હતું કે તેણે ૧.૨૫ લાખ ટેસ્ટ હાથ ધર્યા છે.
- → જર્મનીએ ૪.૮૩ લાખ ટેસ્ટ કર્યા છે. તેના પછી ઈટાલીએ ૪.૨૯ લાખ ટેસ્ટ કર્યા છે.
- → સ્પેન કે જે યુરોપમાં ઈટાલી પછી કૉવિડ-૧૯ના સૌથી વધુ કેસો છે તેણે ૩.૫ લાખ ટેસ્ટ કર્યા છે.
- → સ્વિત્ઝર્લેન્ડ, યુનાઇટેડ કિંગ્ડમ અને ફ્રાન્સ અન્ય યુરોપીય દેશો છે જેણે તાજા પ્રાપ્ય અહેવાલો મુજબ ૧ લાખ કરતાં વધુ ટેસ્ટ હાથ ધર્યા છે.
- →રશિયા જ્યાં ૧,૫૦૦ પૉઝિટિવ કેસો છે તેણે ૨.૪૩ લાખ ટેસ્ટ હાથ ધર્યા છે.
દસ લાખ વસતિએ હાથ ધરાયેલા ટેસ્ટો
- → નૉર્વે, યુએઇ અને સ્વિત્ઝર્લેન્ડે દસ લાખ વસતિએ સૌથી વધુ ટેસ્ટ હાથ ધર્યા છે.
- → એક દેશે હાથ ધરેલા ટેસ્ટની કુલ સંખ્યા કદનું માપ છે અને તે દેશની વસતિના પ્રમાણમાં ટેસ્ટની સંખ્યા સંપૂર્ણ દર્શાવતી નથી.
- → દા.ત. યુએસએએ સૌથી વધુ ટેસ્ટ કર્યા હોઈ શકે. જોકે બેલ્જિયમ અને ક્રૉએશિયાએ ઓછી સંખ્યામાં ટેસ્ટ કર્યા પરંતુ તેમની વસતિના મોટા હિસ્સાની રીતે વધુ સારું પ્રદર્શન કર્યું છે.
- →યુએઇ અને સ્વિત્ઝર્લેન્ડ પછી નૉર્વે દસ લાખ વસતિ દીઠ ૧૫,૩૮૬ ટેસ્ટની રીતે સર્વોચ્ચ છે. ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાએ પણ દસ લાખ વસતિની દીઠ ટેસ્ટની રીતે સારો દેખાવ કર્યો છે.
- → ઈટાલી, સ્પેન જેવા યુરોપના સૌથી વધુ અસર પામેલા દેશોએ દસ લાખની વસતિએ ૭ હજાર ટેસ્ટ હાથ ધર્યા છે. તે પછી જર્મની અને ઑસ્ટ્રિયા આવે છે.
- →ભારત તેની વિશાળ વસતિ અને ઓછી સંખ્યામાં ટેસ્ટના લીધે દસ લાખ દીઠ ૨૦ ટેસ્ટની સરેરાશ ધરાવે છે.