જમ્મુ-કશ્મીરના શ્રીનગરમાં હરિ સિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. નોંધનીય છે કે, આ ગ્રેનેડ હુમલો ત્યારે થયો જ્યારે વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા હતી. ઘટના વિશે પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓએ લાલ ચોક સિટી સેંટરથી થોડું દુર હરિ સિંહ હાઈ સ્ટ્રીટ બજારમાં ગ્રેનેડ ફેંક્યા હતા. અને એક ગાડીને પણ નુકસાન થયું છે. બજારમાં દુકાનો બંધ હતી પરંતુ રેહડી-પટરી વાળાઓએ વિસ્તારમાંની પોતાની દુકાનો લગાવી હતી.
સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરાયેલા ઘાયલોનો ઈલાજ ચાલુ છે. ઘટનાના તુરંત બાદ સ્થળ પર મોટી માત્રામાં સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા છે. સાથે ઘટનાસ્થળ પર જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સુરક્ષાદળોની ટીમ પણ હાજર છે. પોલીસ હુમલાની તપાસમાં લાગી છે. અને સ્થળનું નિરીક્ષણ કરી રહી છે.