શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓના છુપાવાના ગુપ્ત ઠેકાણા શોધી કાઢ્યા છે. સેનાએ એક કાર્યવાહી દરમિયાન AK-56 રાઇફલ, એક મેગઝિન, 27 રાઉન્ડ કારતૂસ, એક અંડર બેરલ ગ્રેનેડ લૉન્ચર, નવ એમએમ પિસ્તોલ, પિસ્તોલ મેગઝિન અને છ રાઉન્ડ જપ્ત કર્યા હતા.
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના જંગલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ભારતીય સેના અને કિશ્તવાડ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન, સુરક્ષા દળોએ જંગલમાં આતંકવાદીઓના છુપાવાના ઠેકાણા શોધી કાઢ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને સુરક્ષા દળોએ પુલવામા જિલ્લાના સરકારી કર્મચારીની એક દુકાનમાં આતંકવાદીઓ છુપાયા હતા જેનો પણ સેનાએ પર્દાફાશ કર્યો હતો.