મહારાષ્ટ્ર સરકારે કેટેગરીને લઇને થોડા બદલાવ કર્યા હતાં. જેમાં તેંડુલકરની સુરક્ષાને ડાઉન કરી છે અને ધારાસભ્ય ઠાકરેનો Z કેટેગરીની સુરક્ષામાં સમાવેશ કર્યો છે.
આ ઉપરાંત 45 જેટલી હસ્તીઓની સુરક્ષા પર પણ મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો હતો. જેમાં લીટલ માસ્ટર સુનીલ ગાવસ્કરના નામનો પણ સમાવેશ થાય છે.
x શ્રેણીની સુરક્ષા ભારતની ચોથા નંબરની સુરક્ષા છે. આ શ્રેણીમાં બે પોલીસ કર્મીઓ તૈનાત હોય છે અને આ સુરક્ષામાં કમાન્ડો તૈનાત હોતા નથી. બે પોલીસ કર્મીઓ હથીયાર સાથે તૈનાત હોય છે.
નોંધનીય છે કે આ પહેલા તેડુલકર પર આતંકી ધમકીને લઇને Z સુરક્ષા આપી હતી જેને હટાવી લેવામાં આવી છે.