નીલમની સારવાર દિલ્હીની નજીક આવેલા નોઈડા સ્થિત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તે લગભગ 20 વર્ષથી દૂરદર્શન સાથે જોડાયેલી રહી છે. આ વર્ષે જ માર્ચમાં નીલમને નારી શક્તિ સન્માન આપવામાં આવ્યું છે. દૂરદર્શન પર આવતા કાર્યક્રમો જોઈએ તો 'તેજસ્વી' હોય કે પછી 'બડી ચર્ચા' નીલમે આ તમામ કાર્યક્રમોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. નીલમે 1995મા દૂરદર્શનમાં પોતાના કેરીયરની શરૂઆત કરી હતી.
દૂરદર્શને પોતાના આધિકારીક ટ્વીટર એકાઉન્ટ પર નીલમના મોત પર દુ:ખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી છે.