હૈદરાબાદ: તેલંગાણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે મંગળવારે કહ્યું કે, દેશનો સર્વોચ્ય નાગરિક સન્માન પૂર્વ વડાપ્રધાન પી.વી નરસિંહરાવને આપવું જોઇએ.
તેમણે કહ્યું કે, પી.વી નરસિંહા રાવે દેશનું નસીબ બદલવા કામ કર્યું હતું. તે ભારતરત્નના હકદાર છે. રાજ્યની કેબિનેટ અને વિધાનસભા સંદર્ભે આ ઠરાવ પસાર કરવામાં આવશે.
મુખ્યપ્રધાને કહ્યું કે, તેઓ વ્યકિતગતરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને પી.વીને ભારત રત્ન સન્માન આપવા વિનંતી કરશે. ચંદ્રશેખર રાવે પીવીના જન્મ શતાબ્દી ઉજવણી સમારોહના આયોજનની તૈયારીઓનો હિસ્સો લેવા બોલાવેલી બેઠકમાં આ વાત કહી હતી. આ સમારોહ માટે રાવે 10 કરોડની મંજૂરી આપી છે.