સાથે જ તેમણે કહ્યું કે, જનતા દળ યૂનાઈટેડ (JDU)નું અસ્તિત્વ ડાયનાસોરની જેમ સમાપ્ત થઈ જશે.આ જ વાત સાથે RJDના સહયોગી જીતન રામ માંઝી પણ તેજસ્વીના દાવાથી સહમત નથી.
તેજસ્વી યાદવે દાવો કર્યો કે, 23 મે બાદ બિહારના રાજકારણમાં ભૂંકપ આવશે. સમયથી પહેલા વિધાનસભા ચૂંટણી પણ થશે. સાથે જ નીતીશ કુમારની પાર્ટી JDU ડાયનાસોરની જેમ ગાયબ થઈ જશે.
તેજસ્વીએ કહ્યું કે BJP સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે. પરંતુ તેમના નેતા રામ માધવે દાવોઓની પોલ ખોલી નાખી છે. તેમણે કહ્યું કે, બીજી પાર્ટીઓને સહયોગીના રૂપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે.
બીજી તરફ JDUએ તેજસ્વી યાદવના ડાયનાસોર વાળા નિવેદન પર પ્રહાર કર્યો છે. JDUના પ્રવક્તા રાજીવ રંજને તેજસ્વીની સરખામણી શાહમૂર્ગ સાથે કરી દીધી છે. રંજને કહ્યું કે તેજસ્વી શાહમૂર્ગની જેમ જમીનમાં પોતાની ડોક છુપાવીને હકીકતોથી બચવાની કોશિશ કરી રહ્યા છે. જ્યારે હકીકત આ છે કે, જમીન પર લોકો NDAની સાથે છે. તેજસ્વીને જમીની હકિક્તની જાણકારી નથી.
ઉલ્લેખનીય છે કે, RJDના સહયોગી HAMના અધ્યક્ષ જીતન રામ માંઝીએ કહ્યું કે, નીતીશ કુમાર પોતાની હાર બાદ પણ રાજીમાનું નહી આપે. નીતીશ કુમાર પોતાની ખુરશી બચાવવા માટે કંઈ ન કંઈ ઉપાય જરૂર કરી લેશે. માંઝીએ વધુમા કહ્યું કે, તેનું સૌથી મોટું ઉદાહરણ હું છે.