શું આ સમગ્ર મામલો
હકીકતમાં જોઈએ તો 31 ઓક્ટોબર 2017માં પટના હાઈકોર્ટમાં શિક્ષકોના પક્ષમાં નિર્ણય આપતા બિહાર સરકારને સમાન વેતન આપવા આદેશ આપ્યો હતો. ત્યાર બાદ બિહાર સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.જેને લઈ શિક્ષકોએ એક અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે, સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ.
એક વર્ષ સુધી સુનાવણી ચાલી હતી
લગભગ એક વર્ષ સુધી સુપ્રીમ કોર્ટમાં આ અંગેની સુનાવણી ચાલી હતી. ત્યાર બાદ 3 ઓક્ટોબર 2018ના રોજ આ અંગેનો નિર્ણય સુરક્ષિત રાખો હતો.
શિક્ષકોની ભરતી પણ થતી નથી
આપને જણાવી દઈએ કે, આ નિર્ણયની રાહમાં બિહારમાં શિક્ષોકની ભરતી પણ થતી નથી. બિહારમાં અસંખ્ય સ્કુલોમાં શિક્ષોકની જગ્યા ખાલી છે જે ભરાતી નથી. સમાન કામ સમાન વેતનને કારણે બિહારમાં સરકારે શિક્ષકોની ભરતી પર રોક લગાવેલી હતી.