તમિલનાડુ: સુપ્રીમ કોર્ટમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકતા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી દાખલ - coronavirus news
તમિલનાડુ સરકારે શનિવારે સરકારી દારૂની દુકાનો બંધ કરવાના મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરી હતી.
નવી દિલ્હીઃ તમિલનાડુ સરકારે શનિવારે સરકારી દારૂની દુકાનો બંધ કરવાના મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતાં સુપ્રીમ કોર્ટના દરવાજા ખડખડાવ્યાં હતા.
હાઇકોર્ટે દારૂની દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો કે, તેનાથી કોવિડ-19 રોગચાળા સાથે સંકળાયેલા નિર્દેશોનું સંપૂર્ણ ઉલ્લંઘન થઈ શકે છે.
મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે રાજ્યની તમામ સરકારી દારૂની દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જો કે કોર્ટે દારૂના ઓનલાઇન વેચાણ પર છૂટ આપી છે.
રાજેશ અને કમલ હાસનના પક્ષના વકીલ મક્કલ નિધિ મય્યમ (એમએનએમ) દ્વારા દાખલ અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે દારૂની દુકાનો સામે ભીડ અને સામાજિક અંતરના નિયમોના ભંગની નોંધ લીધા પછી આ આદેશ આપ્યો હતો.