શ્રીનગર: ત્રણ વર્ષ પહેલા શ્રીનગરમાં વાયુસેનાના અધિકારી અને અન્ય 3 સૌનિકોની હત્યા મામલે જમ્મૂની ટાડા કોર્ટમાં 30 માર્ચના રોજ સુનાવણી કરવામાં આવશે. આ પહેલા ટાડા કોર્ટ 1990માં વાયુસેના અધિકારી અને અન્ય 3 સૌનિકોની હત્યા મામલામાં જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રંટના પ્રમુખ યાસીન મલિક અને અન્ય 6 વિરુદ્ધ આરોપ નક્કી કર્યો હતો.
કોર્ટ કહ્યું કે, યાસીન મલિક અને અન્ય આરોપી સ્કવાડ્રાન લીડર રવિ ખન્ના સહિત વાયુસેનાના ત્રણ જવાનો હત્યામાં સામેલ હતા. પુરાવા મળ્યા બાદ કોર્ટે બધા જ આરોપી પર આઈપીસીની કલમ 302, 307 ટાડા એક્ટ 1987 અને આર્મ્સ એક્ટ હેઠળ 1959 સહિત અન્ય કલમમાં આરોપ નક્કી કરવાનો આદેશ કર્યો હતો.
શ્રીનગર શહેરના અન્ય વિસ્તારોમાં 25 જાન્યુઆરી 1990ના 4 ભારતીય વાયુસેનાના અધિકારીઓની હત્યા કરવામાં આવી હતી. આ સિવાય 1989માં કેન્દ્રીય ગૃહપ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રુબિયા સઈદનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ મામલે જમ્મૂની ટાડા કોર્ટ કેન્દ્રીય તપાસ એજન્સી (SBI)એ 1990 ઓગ્સ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં માલિક વિરુદ્ધ 2 ચાર્જશીટ દાખલ કરી હતી.
જમ્મૂ-કાશ્મીર હાઈકોર્ટની પીઠે 1995માં માલિક વિરુદ્ધ કેસ પર રોક લગાવી હતી કારણ કે, શ્રીનગરમાં કોઈ ટાડા કોર્ટ નથી.માલિકને ગત્ત 4 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી છે. જેમના પર કાશ્મીરમાં 2010માં અલગાવવાદી આંદોલનમાં સામેલ અને 2016માં હિજબુલ મુઝાહિદીનના કમાન્ડર બુરહાન વાનીની હત્યા બાદ અંશાતિ ફેલાવવાનો આરોપ છે.