ETV Bharat / bharat

તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ 82 બાંગ્લાદેશી નાગરિકોને જામીન મળ્યા

દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં તબલીગી જમાત કાર્યક્રમમાં સામેલ બાંગ્લાદેશના 82 નાગરિકોને સાકેત કોર્ટે જામીન આપી દીધા છે. તેમના પર વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

તબલીગી
તબલીગી
author img

By

Published : Jul 10, 2020, 10:10 PM IST

નવી દિલ્હી: દિલ્હીની સાકેટ કોર્ટે નિઝામુદ્દીન મરકઝમાં તબલીગી જમાત કાર્યક્રમમાં સામેલ બાંગ્લાદેશના 82 નાગરિકોને જામીન આપી દીધા છે. મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગુરમોહિના કૌરે બાંગ્લાદેશી નાગરિકોને 10 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપવાનો આદેશ આપ્યો હતો.

આઠ દેશોના 76 નાગરિકોને જામીન મળ્યા

આ પહેલા ગુરુવારે (9 જુલાઈ) અદાલતે આઠ દેશોના 76 વિદેશી નાગરિકોને જામીન આપ્યા હતા. સાકેત કોર્ટે આઠ દેશોના 76 વિદેશી નાગરિકોને જામીન આપ્યા હતા, તેમાં માલી, નાઇજીરીયા, શ્રીલંકા, કેન્યા, તંઝાનિયા, દક્ષિણ આફ્રિકા, મ્યાનમાર અને અન્ય દેશનો સમાવેશ થાય છે.

8 જુલાઈએ 21 દેશોના 22 નાગરિકોને જામીન મળ્યા

કોર્ટે જે દેશોના 22 નાગરિકોને જામીન આપ્યા છે તેમાં અફઘાનિસ્તાન, બ્રાઝિલ, ચીન, યુનાઇટેડ સ્ટેટ્સ, યુક્રેન, ઑસ્ટ્રેલિયા, ઇજિપ્ત, રશિયા, અલ્જેરિયા, બેલ્જિયમ, સાઉદી અરેબિયા, જોર્ડન, ફ્રાંસ, કઝાકિસ્તાન, મોરોક્કો, ટ્યુનીશિયા, બ્રિટન, ફીજી, સુદાન, ફિલિપાઇન્સ અને ઇથોપિયાના નાગરિકો શામેલ છે.

7 જુલાઈએ 122 મલેશિયાના નાગરિકોને જામીન મળ્યા

7 જુલાઈએ સાકેત કોર્ટે 122 મલેશિયાના નાગરિકોને જામીન આપ્યા હતા.

કોર્ટે 956 વિદેશી નાગરિકો વિરુદ્ધ ફાઇલ કરેલી 59 ચાર્જશીટ્સની નોંધ લીધી અને તમામ વિદેશી નાગરિકોને નોટિસ ફટકારી અને તેમને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ આપ્યા. આ વિદેશી નાગરિકોએ માર્ચમાં દિલ્હીમાં તબલીગી જમાત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ચાર્જશીટમાં આ વિદેશી નાગરિકો પર વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું છે કે આ વિદેશી નાગરિકોએ કોરોના અંગે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.