પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, વિધાનસભાનું સ્પીકર પદ કોંગ્રેસને આપવામાં આવશે તો રાજ્યનો ડેપ્યુટી સીએમ એનસીપીના હશે. તેવી જ રીતે વિધાન પરિષદ અને નિગમોને લઈને પણ સહમતિ સધાઈ ગઈ છે.પટેલના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે, ઉદ્ધવ ઠાકરે, અહેમદ પટેલ અને શરદ પવાર સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ લેતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી અને તેમને નવી ઇનિંગ્સ માટે શુભેચ્છા પાઠવી હતી.મહા વિકાસ અઘાડી સરકારના નામિત મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને શપથગ્રહણમાં આવવાનું આમંત્રણ આપ્યું.
આ આગાઉ શિવસેના નેતા અને મહારાષ્ટ્રના ભાવી મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે બુધવારના રોજ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને મળ્યા હતા અને તેમણે શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું હતું.આદિત્ય પેહલા સોનિયા ગાંધીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને પછી તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે પણ મુલાકાત કરી હતી.મુલાકાત બાદ આદિત્યે કહ્યું કે આ બન્ને નેતાઓના આશિર્વાદ અને માર્ગદર્શનની જરૂર છે.
તો આ સાથે જે મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના મુખ્યપ્રધાન તરીકેના શપથ વિધિ કાર્યક્રમમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી,પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી,દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને દ્રમુક નેતા એમ.કે.સ્ચાલિને નિમંત્રણ આપવામાં આવ્યું છે.શિવસેના નેતા એકનાથ શિંદેએ કહ્યું કે, શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને નિમંત્રણ આપવામાં આવ્યું છે. અમને આશા છે કે,કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.ત્યારે છત્તીસગના મુખ્યપ્રધાન ભુપેશ બાધેલે જાણાવ્યું કે તેઓ ઉદ્ધવ ઠાકરેના શપથગ્રહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ઉદ્ધવ ઠાકરે ગુરૂવારે સાંજે 6:40 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ મુંબઇના શિવાજી પાર્કમાં હશે.