ETV Bharat / bharat

મોહન ભાગવતે કહ્યું- સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, જ્ઞાન અંગે દુનિયામાંથી સારા વિચારો ભારતમાં આવવા જોઈએ. મોહન ભાગવતે વધુમાં કહ્યું કે, સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો.

Mohan Bhagwat
મોહન ભાગવત
author img

By

Published : Aug 13, 2020, 11:25 AM IST

Updated : Aug 13, 2020, 12:05 PM IST

નવી દિલ્હીઃ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, જ્ઞાન અંગે દુનિયામાંથી સારા વિચારો ભારતમાં આવવા જોઈએ. મોહન ભાગવતે વધુમાં કહ્યું કે, સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો.

એક અહેવાલ અનુસાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે બુધવારે કહ્યું કે, સ્વતંત્રતા બાદ દેશની જરૂરિયાતને અનુરૂપ આર્થિક નીતિ બની નથી. દુનિયા અને કોવિડ-19ના અનુભવોથી સ્પષ્ટ છે કે વિકાસનું એક નવું મૂલ્ય આધારિત મૉડલ આવવું જોઈએ. જેથી વિદેશોમાં જે સારૂ છે એ ભારતે અપનાવવું જોઈએ. આ માટે સ્વદેશીનો અર્થ જરૂરી નથી કે બધી વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે.

મોહન ભાગવતે કહ્યું- સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો

મહત્વનું છે કે, ભાગવતે ડિજિટલ માધ્યમથી પ્રો. રાજેન્દ્ર ગુપ્તાનાં બે પુસ્તકોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં ભાગવતે કહ્યું કે, આઝાદી પછી એવું માનવામાં જ ન આવ્યું કે આપણે લોકો કંઈક કરી શકીએ છીએ. સારું થયું કે હવે શરૂઆત થઈ છે. ભાગવતે કહ્યું કે, આઝાદી બાદ રશિયાથી પંચવર્ષીય યોજના લેવાઈ, પશ્ચિમી દેશોનું અનુકરણ કરવામાં આવ્યું છે. જો કે, આપણા લોકોનાં જ્ઞાન અને ક્ષમતા તરફ ધ્યાન ન અપાયું.

ભાગવતે કહ્યું કે, આપણા દેશમાં ઉપલબ્ધ અનુભવ આધારિત જ્ઞાનને પ્રોત્સાહન આપવાની જરૂર છે. વિદેશમાં જે કંઈ છે, એનો બહિષ્કાર નથી કરવાનો, પણ પોતાની શરતે તેને અપનાવાનું છે.

Last Updated : Aug 13, 2020, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.