નવી દિલ્હીઃ લોકડાઉનમાં મળેલી રાહત બાદ ગુનાખોરી વધી છે. હાલ રાજેન્દ્ર નગરથી એક આવો જ કેસ સામે આવ્યો છે, જેનો શિકાર પૂર્વી દિલ્હીથી સાંસદ ગૌતમ ગંભીર બન્યા છે. બદમાશોએ તેમના ઘરની બહારથી પિતાની ફોરન્ચ્યુનર કાર ચોરી કરી છે. તેમની ફરિયાદ પર રાજેન્દ્ર નગર પોલીસે કેસ દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ પૂર્વ ક્રિકેટર અને પૂર્વી દિલ્હીથી સાંસદ ગૌતમ ગંભીર પરિવાર સહિત ઓલ્ડ રાજેનદ્ર નગર વિસ્તારમાં રહેતા હતા. તેમના પિતા દીપક ગંભીરની પાસે ટોયોટા ફોર્ચ્યુનર ગાડી છે, જે તેની કંપનીના નામ પર રજીસ્ટર છે. તેમણે બુધવારે સાંજે ઘરની બહાર ગાડી રાખી હતી.
ગુરુવારે સવારે જ્યારે પરિવારના સભ્યો જાગ્યા તો તેમણે જોયું કે, ઘરની બહાર ઉભેલી ગાડી ત્યાં હતી નહીં. તે બાદ તેમણે જાણવા મળ્યું કે, કોઇએ ગાડી ચોરી કરી હતી. તેમણે કેસની ફરિયાદ રાજેન્દ્ર નગર પોલીસને કરી હતી.
સીસીટીવીના ફુટેજ શોધી રહી છે પોલીસ
પોલીસના સુત્રો અનુસાર આ કેસ ભાજપના સાંસદ સાથે જોડાયેલો હોવાથી જિલ્લાની ટીમ ગાડી શોધમાં લાગી છે. આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની ફુટેજથી તેની શોધ કરવાનો પ્રયાસ કરી રહી છે કે, આ ઘટનાને કોણે અંજામ આપ્યો છે. આ ઉપરાંત જિલ્લામાં સક્રિય વાહન ચોર વિશે પણ માહિતી મેળવી રહી છે.