નવી દિલ્હીઃ દિલ્હીની એક કોર્ટે ફેબ્રુઆરીમાં ઉત્તર-પૂર્વી દિલ્હીમાં નાગરિક્તા સંશોધન કાયદાના વિરોધ દરમિયાન થયેલા સાંપ્રદાયિક હિંસાથી જોડાયેલા એક કેસમાં આમ આદમી પાર્ટીના સસ્પેન્ડ કાઉન્સિલર તાહિર હુસૈનની જામીન આપવાની મનાઇ કરી છે.
ન્યાયાધીશ ત્યાગિતા સિંહે આતેના આધાર પર હુસૈનની જામીન અરજી રદ કરી કે, હાલમાં તપાસ પ્રારંભિક ચરણમાં છે અને જેથી તેની ધરપકડ જરૂરી છે.
હુસૈને વકીલ જાવેદ અલીના માધ્યમથી અરજી દાખલ કરી છે. જેમાં તેમણે કહ્યું કે, આ મામલે મુખ્ય આરોપી ગુલફામ પહેલેથી જ પોલીસની પકડમાં છે અને તેનું તો પ્રાથમિકીમાં આરોપી તરીકે નામ પણ નથી.
આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, હુસૈનને આ મામલે ખોટી રીતે સંડોવવામાં આવી રહ્યો છે, જે તેને ખોટી રીતે ફસાવવાની રાજકીય વિરોધીઓનું કાવતરું છે.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ કસ્ટડી અને ન્યાયિક કસ્ટડી માંગ માટેની ફરિયાદીની અરજીમાં તે બતાવવામાં આવ્યું નથી કે હુસેનની તપાસ કેમ કરવામાં આવી અને તેની કસ્ટડીની શું જરૂર છે.
આ કેસમાં ખોટી રીતે હુસૈન પર ખુનનો પ્રયાસ અને ગુનાહિત કાવતરું કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ FIR અજય ગોસ્વામીની ફરિયાદના આધારે નોંધવામાં આવી છે.
ગોસ્વામીએ આરોપ લગાવ્યો હતો કે, 25 ફેબ્રુઆરીએ તે જ્યારે કાકાના ઘરે જતો હતો, ત્યારે તેને ટોળાને પથ્થરમારો કરતા જોયું. જ્યારે તે તેના કાકાના ઘર તરફ દોડ્યો ત્યારે તેની જાંધમાં ગોળી જેવું કંઇક લાગ્યું હતું. આ ઉપરાંત આસપાસના લોકોએ કહ્યું કે, ગલ્ફામ અને તનવીર અંધાધૂંધ ગોળીબારમાં સામેલ છે. આ કેસમાં બંને આરોપી પણ છે.
આ ઉપરાંત તેમણે એ પણ દાવો કર્યો કે, તેણે ઘણા લોકોને એમ કહેતા સાંભળ્યા કે, ઘણા લોકો ફાયરિંગ કરી રહ્યા હતા, પેટ્રોલ બોમ્બ ફેંકી રહ્યા હતા અને હુસૈનના ઘરેથી અમુક લોકો પથ્થરો ફેંકી રહ્યા હતા.
હુસૈનને આઇબી કર્મી અંકિત શર્માની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.