નવી દિલ્હી: ઉત્તર પૂર્વી વિસ્તારમાં હિંસા દરમિયાન IB અધિકારી અંકિત શર્માની હત્યા કરવામાં આવી હતી. આ મામલે આમ આદમી પાર્ટીના નેતા તાહિર હુસૈનની ધરપકડ કરવામાં આવી છે. તાહિર હુસૈનને 4 દિવસ માટે પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.
દિલ્હી હિંસા મામલે પોલીસે 3400 જેટલા લોકોની ધરપકડ કરી છે. જેમાંથી 55 લોકો ગેરકાયદે હથિયાર રાખવા બદલ ઝડપાયા હતા. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ 52 લોકોના મૃત્યુ આ હિંસામાં થયા હતા.
દિલ્હીના રમખાણો અને અંકિત મર્ડર કેસના આરોપી અને આમ આદમી પાર્ટીમાંથી સસપેન્ડ કરાયેલા તાહિર હુસૈનની દિલ્હી પલીસે ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે તાહિરે આત્મ સમર્પણ કરવાની અરજી પણ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે. તેણે રાઉજ એવેન્યૂ કોર્ટમાં આત્મ સમર્પણની અરજી કરી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ રાઉજ એવેન્યૂ કોર્ટ પહોંચી ગઈ હતી અને તે તાહિરની ધરપકડ કરી લીધી હતી.
આ અગાઉ તાહિર હુસૈને વચગાળાની જામીન અરજી માટે દિલ્હીની કોર્ટમાં અરજી મોકલી હતી જેના પર કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે આ મામલામાં એસઆઈટી પાસે જવાબ માંગ્યો હતો. દિલ્હીના રમખાણો દરમિયાન ઈન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારી અંકિત શર્માની હત્યાના મામલામાં એફઆઈઆર નોંધાયા બાદથી તાહિર પોલીસ સાથે દોડ-પકડ રમતો આવ્યો છે.