શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં શંકાસ્પદ આતંકવાદીઓએ ભાજપના રાજ્ય કારોબારીના સભ્યની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકીઓએ ભાજપ નેતાના પિતા અને ભાઈને પણ ગોળી મારી હતી.
મળતી માહિતી મુજબ, શંકાસ્પદ આતંકવાદીઓએ ભાજપના રાજ્ય કારોબારી સભ્ય વસીમ બારીની સાથે તેમના પિતા અને ભાઇની પણ હત્યા કરી હતી.