ETV Bharat / bharat

સુશાંતસિંહ આત્મહત્યા કેસ: EDએ પ્રિયંકા સિંહનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું - મની લોન્ડરિંગ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં મની લોન્ડરીંગની તપાસના સંદર્ભમાં સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકાનું નિવેદન રેકોર્ડ કર્યું છે.

EDએ પ્રિયંકા સિંહનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું

author img

By

Published : Aug 21, 2020, 7:08 PM IST

દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં મની લોન્ડરિંગ અંગેની તપાસના સંદર્ભમાં બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહનું નિવેદન લેવાની શરૂઆત કરી છે.

આ તપાસ સાથે સંબંધિત EDના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, પ્રિયંકા સિંહનું નિવેદન અહીંની એજન્સી દ્વારા લેવામાં આવી રહ્યું છે. સુશાંતની બહેની તેના ભાઈના બેંક ખાતામાંથી નાણાંકીય વ્યવહાર અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્વર્ગસ્થ અભિનેતાની સ્થાઈ મિલકતો અને અન્ય પાસાઓ વિશે પણ તેની પૂછપરછ કરવામાં આવશે. મંગળવારે તપાસ એજન્સીએ સુશાંતના પિતા કે. કે. સિંહનું નિવેદન લીધું હતું. મુંબઇ સ્થિત સુશિંતની બહેન મિતુ સિંહનું નિવેદન લીધું હતું.

EDએ અત્યાર સુધીમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શિકિક, પિતા ઇન્દ્રજીત, સુશાંતના CA સંદીપ શ્રીધર, સુશાંતની પૂર્વ મેનેજર અને રિયાની મેનેજર શ્રુતિ મોદી, રિયાના CA રિતેશ શાહ, સુશાંતના ફ્લેટમેટ, સિદ્ધાર્થ પીઠાણી, હાઉસ મેનેજર સેમ્યુઅલ મીરાન્ડા અને સ્વર્ગસ્થ અભિનેતાના અન્ય અંગત સ્ટાફના સહિતના કેટલાક લોકોના નિવેદનો લીધા છે.

ઉલ્લેખનીય છે કે, સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયા ઉપાડ્યા હોવાની ફરિયાદ 25 જુલાઈના રોજ સુશાંત સિંહના પિતાએ નોંધાવી હતી. જો કે, સુશાંત પિતાએ જણાવ્યું હતું કે, 15 કરોડ રૂપિયા તેના દીકરાના કોટક મહિન્દ્રા બેન્ક એકાઉન્ટમાંથી ઉપાડવામાં આવ્યા હતા.

EDએ મની લોન્ડરિંગ એક્ટ 2002 અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં રિયા અને તેના ફેમિલી મેમ્બર શંકાના દાયરામાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.