મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ સંલગ્ન ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની આજે ફરીથી પૂછપરછ થવાની છે. રિયા અને બાકીના આરોપીઓનો આજે આમનો સામનો થઈ શકી છે. ડ્રગ્સ ચેટ મામલે NCBએ રવિવારે રિયા ચક્રવર્તીની સાડા 6 કલાક પૂછપરછ કરી હતી. NCB સામે પૂછપરછમાં રિયા ચક્રવર્તીએ દાવો કર્યો હતો કે સુશાંત ડ્રગ્સ લેતો હતાો.
રિયા ચક્રવર્તી મુંબઇ પોલીસની પ્રોટેક્શનમાં NCB ઓફિસ પહોંચી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રિયાની આજે NCB ધરપકડ કરી શકે છે.
રિયાએ NCBને જે નિવેદન આપ્યું તે મુજબ સુશાંતે વીડ સિવાય કોઈ ડ્રગ લીધુ નથી. રિયાએ કહ્યું કે તેને નથી ખબર કે શોવિકે ડ્રગ્સ લીધું છે કે નહીં તેને તેની કોઈ જાણકારી નથી. રિયાના જણાવ્યાં મુજબ સુશાંતને ખબર હતી કે સેમ્યુઅલ અને શોવિકની ઓળખાણમાં કેટલાક લોકો એવા છે જે તેના માટે વીડની વ્યવસ્થા કરી શકે તેમ છે. હું સુશાંતના કહેવા પર એક કે બે વખતે સુશાંત માટે ડ્રગ્સ મંગાવવાના કામમાં સામેલ થઈ હતી. આ ઉપરાંત સુશાંત સીધી રીતે પણ સેમ્યુઅલ પાસે ડ્રગ્સ મંગાવતો હતો.
ગઇકાલે મુંબઇથી અનુજ કેસવાની નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી હતી.જેની પાસેથી LSD, હશીશ, ગાંજા અને વિદેશી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.