નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટનાં પૂર્વ જસ્ટિસ કુરિયન જોસેફે પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને રાજ્યસભા મોકલવા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, પૂર્વ CJI રંજન ગોગોઈએ ન્યાયપાલિકાની સ્વતંત્રતા, નિષ્પક્ષતાના સિંદ્ધાંતો સાથે બાંધછોડ કરી છે. જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ જે ચેલમેશ્નર, જસ્ટિસ કુરિયન અને જસ્ટિસ મદન લોકુરે જાન્યુઆરી 2018માં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની વિરુદ્ધ પત્રકાર વાર્તા કરીને કેટલીક વિશેષ બેંચોને મહત્વપૂર્ણ કેસની મન ફાવે તેમ ફાળવણી કરવાનો આરોપ લગાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કુરિયન જોસેફે પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના રાજ્યસભાના નોમિનેટ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈએ ન્યાયપાલિકાની સ્વતંત્રતા, નિષ્પક્ષતાના 'સિદ્ધાંતોથી સમજુતી' કરી છે. જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ જે. ચેલમેશ્વર, જસ્ટિસ કુરિયન જોસેફ અને જસ્ટિસ મદન લોકુરે જ જાન્યુઆરી 2018માં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ પત્રકાર વાર્તા કરી કેટલીક વિશિષ્ટ બેંચોને મહત્વપૂર્ણ મામલાની મનમાનીપૂર્વક વહેંચણીનો આરોપ લગાવ્યો હતો.
પૂર્વ જસ્ટિસ કુરિયન જોસેફે કહ્યું, 'મારા અનુસાર, પૂર્વ સીજેઆઈ દ્વારા રાજ્યસભાના સભ્યપદના રૂપમાં નોમિનેટની સ્વીકૃતિએ ચોક્કસપણે ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર આમ આદમીના વિશ્વાસને હલાવી દીધો છે. જસ્ટિસ ગોગોઈ દ્વારા પ્રેસમાં આપવામાં આવેલા નિવેદનને યાદ કરતા, તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે પૂર્વ સીજેઆઈએ રાજ્યસભાની ઓફરનો કેમ સ્વીકાર કર્યો?'
તેમણે કહ્યું કે, “અમે હંમેશા રાષ્ટ્ર માટે કામ કર્યું છે. 12 જાન્યુઆરી, 2018નાં જસ્ટિસ રંજન ગોગોઈનો અમે ત્રણેય જજોએ સાથ આપ્યો હતો. મને આશ્ચર્ય છે કે કેવી રીતે જસ્ટિસ રંજન ગોગોઇ, જેમણે એકવાર ન્યાયપાલિકાની સ્વતંત્રતા જાળવી રાખવા માટે દ્રઢ વિશ્વાસ સાથે પ્રદર્શન કર્યું હતુ તેઓ હવે ન્યાયપાલિકાની નિષ્પક્ષતાનાં મહાન સિંદ્ધાંતોથી કેવી રીતે બાંધછોડ કરી રહ્યા છે.”
કોંગ્રેસે પૂર્વ પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગોઈનાં રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યાનાં સંબંધમાં મંગળવારનાં આરોપ લગાવ્યો કે આ સરકારે ન્યાયપાલિકાનો આઘાત કર્યો છે. પાર્ટી પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પણ કહ્યું કે, મોદી સરકારે પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીનાં કથનનું પણ ધ્યાન ના રાખ્યું જેમા તેમણે ન્યાયાધીશોની સેવાનિવૃત્તિ બાદ પદો પર નિયુક્તિનો વિરોધ કર્યો હતો.
સિંઘવીએ કહ્યું, 'આપણા બંધારણ પ્રમાણે ન્યાયપાલિકા એક તરફ થઈને કામ કરે છે તથા કાર્યપાલિકા અને સંસદ બીજીતરફ હોય છે. બંધારણમાં શક્તિઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે.' તેમણે દાવો કર્યો, 'આ ધારણા કેટલાક વર્ષોથી બની રહી હતી કે આપણી કાર્યપાલિકાના આક્રમણથી ન્યાયપાલિકામાં નબળાઈ આવી રહી છે. આ ધારણા વધુ વધશે.'