જણાવી દઇએ કે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી.
અહીં ઉલ્લેખનિય છે કે, અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભામાં ચૂંટાયા બાદ તેઓએ રાજયસભા પર પરથી રાજીનામુ આપી દીધુ હતુ. ત્યાર બાદ ચૂંટણી પંચે ખાલી પડેલ રાજ્યસભાની બેઠક પર ચૂંટણી કરવાનો નિર્ણય કર્યો હતો.
ચૂંટણી પંચના આ નિર્ણય પર વાંધો ઉઠાવતા કોંગ્રેસ નેતાએ અરજી દાખલ કરી હતી.
તેઓએ શાહ અને સ્મૃતિની ખાલી પડેલી બેઠક પર એક સાથે ચૂંટણી કરવાની માગ કરી હતી. તેઓએ અરજીમાં લખ્યુ છે કે એક જ દિવસે બંને બેઠકો પર અલગ અલગ ચૂંટણી કરવી ગેરબંધારણીય હોવા ઉપરાંત બંધારણની ભાવના વિરૂદ્ધ છે.
જજ દીપક ગુપ્તા અને સૂર્યકાંતની બેંચે મંગળવારે MLAની અરજીને સાંભળવા સહમતિ દાખવી છે.
જણાવી દઇએ કે પરેશભાઇ ધાનાણીએ તેની અરજીમાં દાવો કર્યો છે કે જો બંને ચૂંટણી અલગ અલગ યોજાય, તો સતામાં સરકાર તેની શક્તિનો દુરઉપયોગ કરી શકે છે અને વધુમાં વધુ બેઠક પણ મેળવી શકે છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, બંને લોકસભા ઉમેદવારો માટે મતોની ગણતરી એક સાથે ગોઠવવામાં આવી હતી. પરંતુ, ખામીને લીધે અમેઠી માટે રિઝલ્ટ બાદમાં જાહેર કર્યુ હતુ. તેથી રાજ્યસભાની ચૂંટણી એક સાથે થવી જોઇએ.
ચૂંટણીની જાહેરાત કરતા 5 જૂલાઇના રોજ મતદાન પેનલે કહ્યું કે ભરતી અલગ હતી અને મતદાન અને સૂચનાઓ અલગ- અલગ તરીકે કરવી જોઇતી હતી, પરંતુ શેડ્યુલ એક હોઇ શકે છે.