પ્રશાંતની પત્ની તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, "દરેક વ્યકિતના વિચાર અલગ-અલગ હોઇ શકે છે, હાં પ્રશાંતે એ પ્રકારનું ટ્વીટના લખવું જોઇએ પરંતુ પ્રશાંતની કોઇ પણ આધાર વગર ધરપકડ કરી શકાય નહીં."
કોર્ટે જણાવ્યું કે "એક ટ્વીટ માટે કોઇને 11 દિવસ સુધી જેલમાં ના રાખી શકાય, અને આ કોઇ હત્યાનો કેસ પણ નથી માટે તાત્કાલિક ધોરણે પ્રશાંતને મુક્ત કરવામાં આવે"
કોર્ટે જણાવ્યું કે, જો કોઇની ખાનગી આઝાદીનું હનન થઇ રહ્યું છે તો અમે હસ્તક્ષેપ કરી શકીએ છે, રાજય સરકાર પણ તપાસ કરી શકે છે પરંતુ પ્રશાંતને જેલમાં રાખવો તે યોગ્ય નથી
એક તરફ કોર્ટમાં UP સરકારના પક્ષ તરફથી કેસ લડી રહેલા ASG વિક્રમજીત બેનર્જીએ કોર્ટને પ્રશાંત તરફથી કરવામાં આવેલા ટ્વીટની પેપર પ્રિન્ટ સોંપી હતી. તેમણે કોર્ટને કહ્યું, પ્રશાંતની ધરપકડ ફક્ત ટ્વીટ કરવામાં નથી કરવામાં આવી તેણે ભગવાન અને ધર્મ વિરુદ્ધ ટ્વીટ કર્યા છે.