ETV Bharat / bharat

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - news updates of sunday zodiac

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

author img

By

Published : Jan 26, 2020, 6:07 AM IST

મેષ: ઉઘરાણી પ્રવાસ અને આવક વગેરે માટે આજનો દિવસ સારો છે. વેપારને લગતા કાર્યોમાં લાભ થાય. મિત્રો આપ્તજનો અને સરકાર દ્વારા લાભપ્રાપ્તિ થાય. અકસ્‍માતથી સાચવવું. સામાજિક કાર્યોથી આપને લાભ થાય. આપને ત્‍યાં શુભ પ્રસંગોનું આયોજન થાય. શેર-સટ્ટાકીય પ્રવૃત્તિમાં આર્થિક લાભ થાય. પત્‍નીનું આરોગ્‍ય ચિંતા કરાવે.

વૃષભ: આપનો આજનો દિવસ પ્રતિકૂળતાઓ અને અનુકૂળતાઓનું મિશ્રણ હશે. વ્‍યવસાયમાં આપ નવી વિચારસરણીનો અમલ કરશો. આળસ અને કંટાળો દૂર કરવા માટે રુટિન કામમાંથી વિરામ લઈને મનગમનતી પ્રવૃત્તિઓ કરી શકો છો. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદમાં ન ઉતરવું. આજે આગ તથા પાણીથી થતા અકસ્‍માતથી સાવચેત રહેવાની સલાહ છે. વેપારીઓને ઉઘરાણી અર્થે કરેલી મુસાફરીથી લાભ થાય. નોકરીમાં બઢતી મળશે. બાળકોની પ્રગતિ થાય અને ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહે.

મિથુન: આજે ખાવાપીવામાં ખાસ ધ્‍યાન રાખવાની આપને સલાહ આપવામાં આવે છે. નકારાત્‍મક વિચારો મનમાંથી કાઢી નાંખશો તો હતાશા નહીં આવે. અનૈતિક કાર્યો કે કાયદા વિરુદ્ધના કૃત્યો આપને આફતમાં મૂકી શકે છે માટે તેનાથી બચવું. અચાનક મુસાફરીનો યોગ ઉભો થાય. મધ્‍યાહન બાદ આપની પ્રવૃત્તિઓ બદલાતાં મનની અસ્‍વસ્‍થતા ઓછી થશે. લેખન- સાહિત્‍યની પ્રવૃત્તિઓ આપને વિશેષ રસ પડશે. ધંધાના વિકાસ સાથે નવી યોજનાઓ અમલમાં મૂકશો. ઉપરી અધિકારીઓ સાથે વિવાદમાં ન પડવું.

કર્ક :આજે આપ કોઇક સાથે લાગણીના સંબંધે બંધાશે. આપ વધુ પડતા ભાવનાશીલ રહેશો. વિજાતીય સંબંધો તરફ આપને વિશેષ આકર્ષણ રહેશે. મોજશોખ, મનોરંજનથી મન પ્રફુલ્લિત રહેશે. તેમાંય મિત્રો અને પ્રિયપાત્રનો સહવાસ સોનામાં સુગંધ ભેળવશે. બપોર પછી આપની તંદુરસ્‍તીની કાળજી લેવી પડશે. વાહન ચલાવતાં સાવચેતી રાખવી. ક્રોધને કાબૂમાં રાખવો. વાણીમાં ઉગ્રતા ટાળવી. નવા કામની શરૂઆત માટે દિવસ સારો નથી.

સિંહ: વેપાર ધંધાનું વિસ્‍તરણ અને તે અંગેનું તથા નાણાનું આયોજન કરવા માટે ખૂબ અનુકૂળ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. સ્‍ત્રીમિત્રો સાથે મુલાકાત થાય. નોકરિયાતોને હાથ નીચેના માણસથી ફાયદો થાય. ધનલાભના પ્રબળ યોગ જણાય છે. દલાલી, કમિશન, વ્‍યાજ વગેરેની આવકમાં વૃદ્ધિ થવાથી આપને આર્થિક રાહત રહેશે. ઉત્તમ ભોજન, વસ્‍ત્રો મળે અને વિજાતીય વ્‍યક્તિઓનું આકર્ષણ રહેશે. પર્યટન, મુસાફરી થાય.

કન્યા : પ્રેમ, શ્રૃંગાર, રોમાન્સ, વસ્‍ત્રાભૂષણોની ખરીદી આપના આજના દિવસને રોમાંચક અને સહર્ષ બનાવશે. પ્રિયજનના સહવાસથી રોમાંચિત બનશો. કલા પ્રત્‍યે આપને વિશેષ અભિરૂચિ રહે. વ્‍યાપાર ધંધાનો વિકાસ થાય. ઘરમાં વિશેષ અભિરૂચિ રહે. વ્‍યાપાર ધંધાનો વિકાસ થાય. નોકરીમાં અનુકૂળ વાતાવરણ રહે. હરીફો પર વિજય મળશે.

તુલા: આપનો આજનો દિવસ એકંદરે મધ્‍યમ ફળદાયક પુરવાર થાય. જમીન- મકાન- વાહન વગેરેના દસ્‍તાવેજો કરવા બાબત સાવધાની રાખવી. માતાની તબિયતની વિશેષ કાળજી લેવી પડશે. જળાશયો અને પાણીજન્ય બીમારીઓથી પણ બચવાની સલાહ છે. પરિવારમાં ક્લેશમય વાતાવરણ ટાળવા માટે સમાધાનકારી વલણ રાખજો. બપોર પછી આપ થોડીક સ્‍વસ્‍થતા પ્રાપ્‍ત કરીને સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ તરફ વળશો. પ્રિયતમા સાથે પ્રેમ અને રોમાન્સની લાગણીઓની અભિવ્‍યક્તિ કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ બનશે.

વૃશ્ચિક: વર્તમાન સમય નોકરિયાતો માટે અનુકૂળ છે. ગૃહસ્‍થજીવનના અટવાયેલા પ્રશ્નોમાંથી આપને માર્ગ મળશે. સંપત્તિ, મિલકતને લગતા કામકાજોનો ઉકેલ મળશે. ભાઇબહેનો સાથેનો વ્‍યવહાર સુમેળભર્યો રહે. મધ્‍યાહન બાદ આપના કાર્યોમાં પ્રતિકૂળતાઓ વધશે. શરીર તથા તનથી બેચેની અનુભવાય. જાહેરજીવનમાં અપયશ મળે. કુટુંબના સભ્‍યો સાથે અણબનાવ થાય. ધનહાનિના યોગ છે.

ધન: આપ્‍તજનો સાથે મનદુ:ખ ન થાય તે માટે ધ્‍યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આરોગ્‍ય મધ્‍યમ રહેશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે સારા દિવસ છે. આર્થિક લાભ થાય. વિદ્યાર્થીઓએ વિદ્યાભ્‍યાસમાં વધારે ધ્‍યાન આપવું પડશે. બપોર પછી આપ પરિસ્થિતિમાં અનુકૂળતા અનુભવશો. મનની મૂંઝવણનો ઉકેલ મળશે. તન-મન સ્‍વસ્‍થ બનશે. શત્રુઓની ચાલ સફળ નહીં થાય.

મકર: આજે આપની ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ વધી જશે. નોકરી -ધંધામાં અનુકૂળ પરિસ્થિતિ આવે. આપનું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે. ગૃહસ્‍થ જીવનમાં આનંદ રહેશે. ઓફિસ અને વ્‍યવસાયમાં આપનું વર્ચસ્‍વ વધશે. મધ્‍યાહન પછી આપના વિચારોમાં થોડી નકારાત્‍મકતાનું પ્રમાણ જોવા મળે. તેના પરિણામે માનસિક હતાશા અનુભવશો. શેરસટ્ટામાં મૂડી રોકાણ કરી શકશો. ગૃહિણીઓને માનસિક અસંતોષનો અનુભવ થાય.

કુંભ: આજના દિવસમાં ધા‍ર્મિક, સામાજિક કાર્યો પાછળ ધનખર્ચ રહે. સગાંસંબંધી કે દોસ્‍તો સાથે ખટરાગ ટાળવો. આજે આપ વધારે પડતું આધ્યાત્મિક વલણ ધરાવશો. કોર્ટ કચેરીના કાર્યમાં સફળતા મળે. ઓપરેશનથી સંભાળવું. બપોર બાદ દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થતું જણાશે. ઓફિસમાં આપનો પ્રભાવ વધે. ગૃહસ્‍થ જીવનમાં પણ મધુરતા છવાશે. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહેશે. માનસિક શાંતિ જળવાશે.

મીન : નોકરી-વ્‍યવસાય અને અન્‍ય ક્ષેત્રોમાં આપના માટે આજનો દિવસ લાભપ્રદ રહેશે. લગ્‍નોત્‍સુક યુવક યુવતીઓને લગ્‍નનો પ્રશ્ન ઉકેલી જવાની શક્યતા છે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. પ્રવાસ-પર્યટન અને મિત્રો તરફથી ભેટસોગાદો મળે. બપોર પછી દરેક કામમાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે. વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારની દખલગીરી વધે. વધુ મહેનતે ઓછી સફળતા મળે. આધ્યાત્મિકતા તરફ વધારે ઝુકાવ રહે.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.