ETV Bharat / bharat

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - news of sunday zodiac

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

author img

By

Published : Feb 9, 2020, 6:01 AM IST

મેષ: આજે આપ અતિશય સંવેદનશીલતા અનુભવશો. પરિણામે કોઇક દ્વારા આપની લાગણીને ઠેસ પહોંચવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. આવી સ્થિતિમાં તમે પોતાનું વલણ નિષ્પક્ષ રાખશો અને દરેક બાબતને બીજાના દૃશ્ટિકોણથી પણ જોવાનો પ્રયાસ કરશો તો ઘણી બાબતે સ્પષ્ટતા આવશે. આજે આપને માતાને ખુશ રાખવાના વધુ પ્રયાસ કરવાની સલાહ છે. મકાનો કે જમીન અંગેના દસ્‍તાવેજો આજે ન કરવા. માનસિક વ્‍યગ્રતાને દૂર કરવા આધ્યાત્મિકતા યોગને સહારો લેવો. સ્‍ત્રીવર્ગ અને પાણીથી બચવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાભ્‍યાસ માટે સમય મધ્‍યમ છે. નિકટના લોકોના કાર્યમાં ઇચ્‍છા- અનિચ્‍છાએ જોડાવું પડે.

વૃષભ: આજે આપને વધુ પડતા સંવેદનશીલ અને લાગણીભર્યા વિચારો આવે જેના કારણે આપનું મન આર્દ્ર થઇ જાય. અન્‍ય તરફ આપનું વલણ પણ લાગણીશીલ રહે. કામકાજમાં અને નિર્ણય લેવામાં વધુ વ્યવહારુ અને તટસ્થ વલણ અપનાવવાની સલાહ છે. આજે આપ ચિંતા છોડીને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધશો તો ઘણા કાર્યો સરળતાથી પાર પાડી શકશો. આપ કલ્‍પનાશક્તિથી સર્જનાત્‍મક કાર્યો કરી શકશો. પરિવારજનો કે મિત્રો સાથે મિષ્‍ટભોજન આરોગવા મળે. કોઇ આકસ્મિક કારણસર પ્રવાસ કરવો પડે. નાણાકીય બાબતો ધ્‍યાનમાં લઇ તે અંગે આયોજન કરી શકો.

મિથુન: થોડા વિલંબ પછી આપના ધારેલા કાર્યો પાર પડતાં મનમાં હર્ષની લાગણી અનુભવશો. ખોરંભે ચડી ગયેલા નાણાકીય આયોજનમાં આપનો માર્ગ સરળ થતો જણાય. નોકરી વ્‍યવસાયના સ્‍થળે સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળતાં સુમેળભર્યું વાતાવરણ રહે. મિત્રો તેમજ શુભેચ્‍છકો સાથેનું મિલન આપનામાં આનંદનો સંચાર કરશે. ‍ પરિવારમાં સુખ શાંતિ રહેશે.

કર્ક: આજે આપના મનમાં લાગણી અને ભાવનાઓના ઘોડાપુર ઉમટશે અને તેના પ્રવાહમાં તમે રહેશો. દોસ્‍તો, સ્‍વજનો અને સગાંવ્‍હાલા તરફથી ભેટ સોગાદો અને તેમની સાથે મુલાકાતથી આપનું મન પુલકિત થઇ જશે. સાથે સાથે નિરામય આરોગ્‍યથી સોનામાં સુગંધ ભળશે. એટલે આપ સમગ્ર દિવસ ખૂબ આનંદમાં વિતાવવો. પ્રવાસ પર્યટન સુંદર ભોજન અને પ્રિયજનના સહવાસથી આપ રોમાંચિત રહેશો. પત્‍નીના સંગથી મન પ્રસન્‍ન રહેશે.

સિંહ: આજે કોર્ટ કચેરીને લગતા પ્રશ્નોમાં સાવધાનીપૂર્વક વર્તવાની સલાહ છે. મન આજે સંવેદનશીલતાથી આર્દ્ર રહેશે તેથી આપ ભાવનાઓના પ્રવાહમાં તણાઇને કોઇ અવિચારી નિર્ણય ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું. મહિલાઓની બાબતમાં વિશેષ ધ્‍યાન આપવું. વાણી તથા વર્તનમાં જેટલી સ્પષ્ટતા અને પારદર્શકતા હશે એટલા તમે ફાયદામાં રહેશો. વિદેશથી સમાચાર મળે.

કન્યા: ઘર, પરિવાર અને વેપાર એમ તમામ ક્ષેત્રે આપના માટે લાભ પ્રતીક્ષા કરી રહ્યો છે. મિત્રો સાથે આનંદદાયક પ્રવાસ પર્યટન થાય તો દાંપત્‍યજીવનમાં પણ આપ વધુ ઘનિષ્‍ઠતા કેળવી શકશો. સ્‍ત્રી મિત્રો વિશેષ લાભકારી પુરવાર થશે. ધનપ્રાપ્તિ માટે પણ શુભ સમય છે. વેપારની ઉઘરાણી અર્થે પ્રવાસ થાય. અપરિણિતા માટે જીવનસાથીની તલાશમાં સફળતા મળે.

તુલા: આજે આપને માટે નોકરીમાં બઢતીના યોગો જણાઈ રહ્યા છે. અધિકારીઓની કૃપાદૃષ્ટિ આપના પર રહેશે. કુટુંબજીવનમાં અને ગૃહસ્‍થજીવનમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ છવાયેલું રહેશે. મનમાં સંવેદનશીલતા વધશે. માતા તરફથી ફાયદો થાય. ઉત્તમ લગ્‍નસુખની પ્રાપ્તિ થાય. જમીન મિલકતા દસ્‍તાવેજો કરી શકાય. વ્‍યવસાય ક્ષેત્રે સારો અને સફળ દિવસ છે.

વૃશ્ચિક: આપનો આજનો દિવસ અનુકૂળતા અને પ્રતિકૂળતાઓથી મિશ્રિત હશે. લેખન સાહિત્‍યને લગતી પ્રવૃત્તિઓ કરશો. વ્‍યવસાયના સ્‍થળે હરીફાઈ, મંદી અને ગ્રાહકોની નવી નવી માંગને ધ્યાનમાં રાખવા જતા સામાન્ય કરતા થોડી મુશ્કેલ પરિસ્થિતિ રહે. નોકરીમાં ઉપરી અધિકારીઓનું વલણ વધુ કડક હોય તેવું લાગે માટે આવી સ્થિતિમાં તેમની સાથે વધુ પડતી ચર્ચામાં પડવાનું ટાળજો. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ન કરવો. સંતાનો પર પોતાના વિચારો જીદપૂર્વક લાદવાનો પ્રયાસ ના કરવો. પ્રવાસની શક્યતા છે. ધનખર્ચ થાય.

ધન: આજે ખાવા- પીવામાં ખાસ ધ્યાન રાખવા માટે ચેતવવામાં આવે છે. કાર્ય સફળતા પરિશ્રમ વધાર્યા પછી તમને આશાનું કિરણ દેખાય. સમયસર કામ પૂરૂં કરવા માટે પ્રયાસો અને કામકાજના કલાકો વધારવા પડશે. વધુ પડતો કાર્યબોજ લેવાની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનામાં રાખીને આરામ અને પૌષ્ટિક આહાર પર પણ ધ્યાન આપવાની સલાહ છે. નવા કામની શરૂઆત કરવામાં દરેક પાસાનો વિચાર કરીને આગળ વધવું. મન પ્રફુલ્લિત થાય તેવી કોઈ પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ શકો છો.

મકર: આપનો આજનો દિવસ નાણાકીય દૃષ્ટિએ ખૂબ જ સારો નીવડશે. વેપારવૃદ્ધિના યોગ છે. આ ઉપરાંત દલાલી, વ્‍યાજ, કમિશન દ્વારા મળનારી આવક તમારા નાણાંભંડોળમાં વૃદ્ધિ કરશે. પ્રેમીઓ માટે આજે પ્રણય પરિચયના યોગ છે. વિજાતીય આકર્ષણ રહે. સુંદર ભોજન, વસ્‍ત્રપરિધાન અને વાહનસુખનો લાભ મળે. આરોગ્‍ય સારું રહે. નાની મુસાફરી થાય. માનમોભામાં વધારો થાય. શ્રેષ્ઠ દાંપત્યસુખ પ્રાપ્‍ત થાય.

કુંભ :વર્તમાન સમયમાં આપને કાર્યોમાં સફળતા મળશે અને યશકીર્તિ પ્રાપ્‍ત થશે. આજે આપના સ્‍વભાવમાં વધુ પડતી સંવેદનશીલતા હોય. મોસાળ તરફથી કોઇ સારા સમાચાર મળે. ઘરમાં પ્રફુલ્લિત વાતાવરણ હરે. નોકરીમાં પણ આપને સાથી કાર્યકરોનો સાથ સહકાર મળી રહે. તન અને મનથી આપ પ્રફુલ્લિતતાનો અનુભવ કરો. કૌટુંબિક વાતાવરણ સુખશાંતિભર્યું હોય.

મીન: આજનો દિવસ વિદ્યાર્થી માટે સારો હોવાનું જણાઈ રહ્યું છે. તેમને વિદ્યાભ્‍યાસમાં સફળતા મળે અને કારકિર્દીની નવી તકો હાથ લાગે. આજે આપની કલ્‍પનાશક્તિથી સાહિત્‍ય લેખનમાં નવું ખેડાણ કરશો. પ્રેમીજનો એકબીજાનું સામિપ્‍ય માણી શકશે. આપના સ્‍વભાવમાં વધારે પડતી લાગણીશીલતા રહે. સ્‍ત્રી મિત્રોથી ખર્ચ થાય.

Intro:Body:

blank - 4

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.