સુબ્રમણ્મ સ્વામીએ જણાવ્યું છે કે, ગોવા અને કાશ્મીરના ઘટનાક્રમને જોતા એવું લાગે છે કે, જો ભાજપ એકાંકી પાર્ટીના રુપમાં રહી ગઈ તો લોકતંત્ર કમજોર થઈ જશે. આ બાબતનો ઉપાય એ છે કે, ઈટાલિયન અને વંશજને પાર્ટી છોડવાનું કહેવામાં આવે. જે બાદ મમતા એકીકૃત કોંગ્રેસની અધ્યક્ષ બની શકે છે. આ સપ્તાહની શરુઆતમાં ગોવામાં કોંગ્રેસના પોતાના જ સદસ્યોએ કોંગ્રેસનો સાથ છોડી દીધો અને નેતાઓએ ભાજપનો હાથ પકડ્યો હતો.
ગોવામાં 10 જૂનના રોજ કોંગ્રેસના 15માંથી 10 ધારાસભ્યોએ રાજીનામુ આપી દીધું અને તેઓ ભાજપમાં સામેલ થયા હતા. 2017ની ગોવા વિધાનસભામાં કોંગ્રેસ સૌથી તાકાતવર પાર્ટી બનીને ઉભરી આવી હતી. આની પહેલા જૂનમાં પણ જમ્મુ કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફ્રેસે 2019ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે પોતાનો છેડો ફાડી લીધો હતો. કર્ણાટકમાં પણ કોંગ્રેસ-જનતા દળ (સેક્યુલર) ગઠબંધન સરકારના 16 ધારાસભ્યોએ એક જુલાઇથી રાજીનામા આપ્યા છે.
આમ અનેક રાજ્યમાં કોંગ્રેસ માટે કટોકટીની પરિસ્થિતિ છે. કારણ કે રાજીનામું આપનારા 16 માંથી 13 ધારાસભ્યો એકલા કૉંગ્રેસના છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળ સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની બેંચે કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષને 16 જુલાઇ સુધી રાજીનામાની સ્થિતિ જાળવી રાખવા આદેશ આપ્યો છે.