ETV Bharat / bharat

ભારતમાં વધી રહેલા સંકુચિત રાષ્ટ્રવાદનો સામનો કોણ કેવી રીતે કરશે?

ભારતમાં સામાજિક વૈવિધ્યને વધાવી લેવામાં આવે છે તે તેની એકતાના મૂળમાં છે. દેશમાં ભાષાવાર પ્રાંત રચના થઈ તેની પાછળનો ઈરાદો રાજ્યોની આગવી ભાષાકીય ઓળખ જાળવી રાખવાનો હતો. સાથે જ એક રાષ્ટ્રની કડી પણ બનતી જાય.

ds
ds
author img

By

Published : Jan 20, 2021, 11:53 AM IST

ન્યૂઝ ડેસ્કઃ ભારતમાં સામાજિક વૈવિધ્યને વધાવી લેવામાં આવે છે તે તેની એકતાના મૂળમાં છે. દેશમાં ભાષાવાર પ્રાંત રચના થઈ તેની પાછળનો ઈરાદો રાજ્યોની આગવી ભાષાકીય ઓળખ જાળવી રાખવાનો હતો. સાથે જ એક રાષ્ટ્રની કડી પણ બનતી જાય.

ભાષાવાર રાજ્યોની રચના થઈ ત્યારે કેટલાક વિસ્તારોમાં બહુભાષી પ્રજા રહી ગઈ હતી. કેટલાક વિસ્તારોમાં રહેતાં ઘણા લોકો રાજ્યની ભાષા કરતાં જુદી ભાષા બોલનારા હોય તેવું બન્યું હતું. આવા સંજોગોમાં ભાષાને આધારે આ પ્રજાએ પડોશી રાજ્યમાં કે જ્યાં પોતાની ભાષા બોલાતી હોય તેમાં પોતાને ભેળવી દેવાની માગણી કરી હતી. આવું શક્ય ના બન્યું હોય ત્યાં ભાષાકીય લઘુમતીની કાળજી લેવા માટે, તેમની ભાષા અને સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે રાજ્યોએ પ્રયાસો કર્યા હોય તેવું પણ બન્યું છે.

જોકે અત્યારે કેટલાક પ્રદેશોમાં એવા પ્રવાહો ફરી આકાર લઈ રહ્યા છે, જે રાજ્યોની રચના વખતે રહી ગયેલા ઘાવને ફરીથી ખોદે. રાજ્યો વચ્ચે સરહદોની બાબતમાં શાંતિ જાળવી રખાઈ છે, તેનો ભંગ થાય અને ભારતીય રાષ્ટ્રની એકતા સામે જોખમ ઊભું થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ટ્વીટ કરીને એવું કહ્યું કે કર્ણાટકના બેલગાવીના વિસ્તારને મહારાષ્ટ્રમાં ભેળવી દેવા જોઈએ. આ રીતે તેમણે જૂના ઘાને ફરી તાજો કર્યો છે અને કર્ણાટકમાં તેના પડઘા પડ્યા છે. આ જિલ્લા માટે બંને રાજ્યો દાયકાઓથી દાવો કરતા રહ્યા છે. બેલગાવી જિલ્લામાં મહારાષ્ટ્રમાં ભળી જવાની માગણી સાથે મરાઠી ભાષી લોકોનું મહારાષ્ટ્ર એકિકરણ સમિતિના નેજા હેઠળ આંદોલન પણ ચાલતું રહ્યું છે.

કર્ણાટકે બેલગાવી શહેરને બીજી રાજધાનીનો દરજ્જો આપીને ત્યાં બીજું વિધાનગૃહ બનાવ્યું છે. આ રીતે આ વિસ્તાર પર તે પોતાનો દાવો મક્કમ કરવા માગે છે. બેલગાવી મહાપાલિકાની ચૂંટણી યોજાઈ ત્યારે આ મુદ્દો બહુ જોર પકડતો હોય છે. મહારાષ્ટ્ર એકિકરણ સમિતિ અને કર્ણાટકના રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ચકમક ઝરતી હોય છે. અત્યાર સુધી જેમ તેમ સ્થિતિ જળવાઈ રહી હતી, પણ ઉદ્ધવ ઠાકરેના ટ્વીટર પછી સ્થિતિ વકરી રહી છે. બેલગાવીને મહારાષ્ટ્રમાં ભેળવી દેવા માટેનું આંદોલન ફરીથી જાગે તે માટે શિવ સેના પ્રયાસો કરી રહી છે.

શિવ સેનાનું રાજકારણ ભાષાના નામે તથા હિન્દુત્વના નામે સંકુચિત રાજનીતિ કરવાનું રહ્યું છે. કર્ણાટકણાં પણ ભાષાના મુદ્દે રાજકારણ નવું નથી. કર્ણાટકમાં પણ ભાષાના નામે ઘણી સંસ્થાઓ બની છે. બેલગાવી ગુમાવવા માટે કર્ણાટક તૈયાર નથી, કેમ કે તેના માટે પણ કન્નડભાષીઓનો મુદ્દો મહત્ત્વનો છે.

સવાલ એ છે કે ભાષાના નામે આવા દાવાને સ્વીકારવામાં આવે તો ભારતમાં કેવી મુશ્કેલીઓ પેદા થઈ શકે છે. રાજ્યોની રચના થઈ ત્યારે એક સમાન વંશ, ભાષા કે ધર્મને ધ્યાનમાં રાખીને તે બધા વિસ્તારોને એક જ રાજ્યમાં ભેળવી દેવાની રીત અપનાવામાં નહોતી આવી. ભૌગોલિક અને અન્ય કારણોસર પણ કેટલીક સરહદો બની હતી.

બેલગાવી પર મરાઠી ભાષાના નામે મહારાષ્ટ્રનો દાવો સ્વીકારી લેવામાં આવે તો પછી સમગ્ર ગોવા પર પણ મહારાષ્ટ્ર દાવો કરી શકે છે. કેરળમાં આવેલું કસારગોડ મદ્રાસ પ્રેસિડન્સી વખતે કેનેરા જિલ્લામાં હતું. આ જિલ્લા પર કર્ણાટકના દાવાનો પણ વિચાર કરવો પડે.

કન્યાકુમારી ત્રાવણકોર રાજ્યનો હિસ્સો હતો અને એ જ રીતે માર્થનદમ અને નાગરકોઈલ પણ ત્રાવણકોરમાં હતા. આ ઇતિહાસને યાદ કરીને કેરળ આ પ્રદેશો પર દાવો કરી શકે છે. આ રીતે દેશભરમાં જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા પ્રકારના દાવા જાગી ઉઠશે અને તેના કારણે રાષ્ટ્રની એકતા અને સ્થિરતા સામે જોખમ ઊભું થઈ શકે છે.

રાષ્ટ્રની રચના પાછળ કેટલાક કાલ્પનિક સમુદાયોની ભાવના રહેલી હોય છે એમ માનવામાં આવે છે. તે રીતે ભારતને પણ એક વિશાળ સમુદાયને કલ્પીને તેમની વચ્ચે સમાનતા સાથે રાષ્ટ્ર ઘડતરની કલ્પના ભારતના ઘડવૈયાઓએ કરી હતી. વિવિધ સમુદાયો એક સમાન પરંપરા અને ઇતિહાસથી નાતો જોડે અને દેશ બને તેવા પ્રયાસો થયા હતા. પરંતુ આજે પ્રાદેશિકવાદ અને ભાષાના નામે સંકુચિત રાષ્ટ્રવાદ ઊભો થવા લાગ્યો છે તે આ એક અને અખંડ ભારતની કલ્પના સામે જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે.

રાજકારણીઓ ભાષાના નામે સંકુચિત રાષ્ટ્રવાદને ના પોષે તે જ રાષ્ટ્રના હિતમાં છે. ભારતીય શહેરો ઝડપી વિકસી રહ્યા છે અને ત્યાં સર્વ સમુદાયના લોકો એકત્ર થઈ રહ્યા છે. તે રીતે વૈવિધ્ય વચ્ચે એકતા ઊપસી રહી છે. બેલવાગી પણ એક દિવસ એ રીતે કોસ્મો સિટી બનવાનું છે.

તેનાથી વિપરિત ઉદ્ધવ ઠાકરે ભાષાના નામે બેલગાવી પર દાવો કરે તે સંકુચિત રાજકારણ દર્શાવે છે. તેને ટાળવાની જરૂર છે. જોકે રાજ્યોએ પોતાના પ્રદેશમાં રહેલી ભાષાકીય લઘુમતિની ભાવનાની કદર કરવાની છે તે પણ ના ભૂલવું જોઈએ. તેમને રાજ્યમાં પ્રતિનિધિત્વ મળે તે પણ જોવું રહ્યું. ભાષાકીય સંકુચિતતામાં ભારતના રાષ્ટ્ર તરીકેના વિચારને હાની ના થવી જોઈએ. સાથે જ લોકોના ભાષાપ્રેમની પણ કદર થવી જોઈએ. આ બંને વચ્ચે સંતુલન જાળવી રાખીએ તો જ સંતોષપ્રદ પરિણામો આવશે.

વર્ગીઝ પી. અબ્રાહમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.