હૈદરાબાદ: વિશ્વવ્યાપી વૈજ્ઞાનિકો, સંશોધનકારો અને આરોગ્યસંભાળ વ્યાવસાયિકોએ પણ કોવીડ-19 રોગચાળા અને તેના પરિણામોનો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું છે ત્યારે આ દરમ્યાન , યુનિવર્સિટી ઓફ વર્જિનિયા (યુવીએ) ના કટોકટીના ડોકટરો દ્વારા તૈયાર કરાયેલું એક નવું વૈજ્ઞાનિક પેપર દાવો કરે છે કે કોરોનાવાયરસ ગંભીર હૃદય અને રક્તવાહિનીઓની જટીલતાઓ સહિત હૃદયની નિષ્ફળતા, હાર્ટ એટેક અને લોહીના ગંઠાવા નુ કારણ બની શકે છે જે હ્યદય ઝટકા તરફ દોરી જાય છે .
યુવીએ હેલ્થના વિલિયમ બ્રેડી, એમડી, અને તેમના સાથીદારોએ નવું પેપર કોવિડ -19 ના દર્દીઓની સારવાર આપતી કટોકટી-દવાઓના ડોકટરો માટે "માર્ગદર્શિકા" તરીકે સેવા આપવા માટે તૈયાર કર્યું છે.
લેખકો દલીલ કરે છે કે કોવીડ -19 ની પલ્મોનરી (શ્વાસ લેતી) જટિલતાઓ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે, પરંતુ રક્તવાહિનીની ગૂંચવણો વિશે ઓછું કહેવામાં આવ્યું છે જે મૃત્યુ અથવા કાયમી ક્ષતિ તરફ દોરી શકે છે.
યુવીએના ઇમરજન્સી મેડિસિન વિભાગના બ્રાડીએ જણાવ્યું હતું કે, "આ લેખ લખતા, અમે ઇમરજન્સી ચિકિત્સકોના આ નવા રોગ વિશે અને જાતિગત સિસ્ટમ પર તેના પ્રભાવ વિશે જ્ઞાન અને જાગૃતિમાં વધારો કરવાની આશા રાખીએ છીએ,
બ્રેડીએ ઉમેર્યું હતુ કે “જેમ કે આપણે કોવીડ-19 સંબંધિત બીમારીના વધુને વધુ દર્દીઓનો સામનો કરીએ છીએ, આપણે સામાન્ય રીતે શરીર પર અને ખાસ કરીને રક્તવાહિની તંત્ર પર તેની અસર વિશેની આપણી સમજણ વધારીએ છીએ. આ ક્ષેત્રમાં નવુ જાણવાનો દર આશ્ચર્યજનક રીતે ઝડપી છે. માહિતી દૈનિક નહીં તો સાપ્તાહિક બદલાતી રહે છે, ”
- ”કોવિડ -19 અને હાર્ટ નિષ્ફળતા
તાજેતરના અભ્યાસને ટાંકીને, લેખકો નોંધે છે કે લગભગ 24% કોવીડ-19 દર્દીઓ જ્યારે વાઇરસનું નિદાન થયું ત્યારે તેમનામાં તીવ્ર હૃદયની નિષ્ફળતા મળી હતી.
જોકે લેખકો જણાવે છે કેકોવીડ, તે હજુ સ્પષ્ટ નથી થયું કે હૃદયની નિષ્ફળતા ખાસ કરીને કોવીડ-19 નું પરિણામ હતું અથવા વાઇરસ જ નિદાન ન થયેલ હૃદયની નિષ્ફળતાને વધુ ખરાબ કરી રહ્યો હતો. - સ્ટ્રોક્સ અને અન્ય ચિંતાઓ
આ પેપર માં, લેખકોએ એમ પણ નોંધ્યું છે કે કોવીડ-19, અને અન્ય રોગો જે આખા શરીરમાં તીવ્ર બળતરા પેદા કરે છે, રક્તવાહિનીઓમાં ચરબીયુક્ત તકતીનું નિર્માણ થવાનું જોખમ વધારે છે, જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક થાય છે.
ઉપલબ્ધ કોવીડ-19ના તબીબી સાહિત્યની તેમની સમીક્ષામાં લેખકની આગળની સ્થિતિ જાણાવે છે , કે ઈન્ફલ્યુએન્ઝા અને કેટલાક અન્ય વાઇરસ રોગના નિદાન પછીના પ્રથમ અઠવાડિયામાં પ્લેક ફાટી જવાના જોખમ સાથે સંકળાયેલા છે.
છેવટે, કોવીડ-19 દર્દીઓમાં ડ્રગની સંભવિત ક્રિયાપ્રતિક્રિયાઓનું વર્ણન કરતી વખતે, લેખકો દલીલ કરે છે કે ખૂબ જ પ્રખ્યાત એન્ટી મેલેરીયલ ડ્રગ હાઇડ્રોક્સીલોરોક્વિન., હાર્ટના લયને નિયમિત કરવા માટે રચાયેલ દવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા શકે છે ,જે વધુમાં હાર્ટને નુકસાન પહોંચાડવાની સાથે કાર્ડિયોમાયોપથીને વધુ બગાડી શકે છે
રિમાડેસિવીર, જે કોવિડ-19 સારવાર માટે એફ.ડી.એ દ્વારા અધિકૃત એકમાત્ર એન્ટિવાયરલ છે, અભ્યાસ સૂચવે છે કે તે લો બ્લડ પ્રેશર અને હૃદયની અસામાન્ય લયનું કારણ બની શકે છે.
લેખકો નોંધે છે કે કોવિડ-19 ના દર્દીઓની સારવાર કરતી વખતે ડોકટરોએ આ ક્રિયાપ્રતિક્રિયાઓ ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે.
બ્રેડીએ જણાવ્યુ હતું કે "જેમ જેમ આપણે આ નવા રોગ વિશે વધુ અનુભવ મેળવીએ રહ્યા છીએ, તેમ તેમ આપણે અનુભવીએ રહ્યા છીએ કે તેની પ્રતિકૂળ અસર શ્વસનતંત્રની બહાર પણ વિસ્તરે છે. અમે કોવીડ-19 અને તેની ઘણી પ્રસ્તુતિઓને મેનેજ કરવાના સૌથી શ્રેષ્ઠ માધ્યમો વિશે વધુ શીખવાનું ચાલુ રાખીશું."