હૈદરાબાદઃ ન્યુયોર્કમાં માઉન્ટ સિનાઈ હોસ્પિટલ ખાતે ઈકાહ્ન સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોએ હાથ ધરેલા અભ્યાસ મુજબ, કોવિડ-19ના ચેપની સારવાર માટે સાજા થયેલા દર્દીઓના કન્વેલ્સેન્ટ પ્લાઝ્માના ટ્રાન્સફ્યુઝન્સથી આ બીમારીનું નિદાન થયું હોય અને સારવાર લઈ રહી હોય તેવી વ્યક્તિઓનાં બચવાની સંભાવના વધારી શકાય છે.
માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ ઉપર આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. કોવિડ-19ના 39 દર્દીઓ ઉપર હાથ ધરાયેલા આ અભ્યાસમાં બ્લડ-પ્લાઝ્મા ટ્રાન્સ્ફ્યુઝન્સ મેળવેલા દર્દીઓ તેમજ આ થેરપી દ્વારા સારવાર નહીં મેળવતા દર્દીઓ ઉપર 16 દિવસના ગાળા માટે તુલનાત્મક સંશોધન કરાયું હતું.
માઉન્સ સિનાઈની ઈકાહ્ન સ્રૂલ ઓફ મેડિસિનમાં મેડિસિનના એસોસીએટ પ્રોફેસર અને સંશોધન પત્રના સહ-વરિષ્ઠ લેખક ડૉ. નિકોલ બોવિયેરે જણાવ્યું હતું કે “અમેરિકામાં કોવિડ-19 મહામારીનો સૌથી વહેલો અને સૌથી મોટો ફટકો ન્યુ યોર્ક શહેરને પડ્યો છે, એટલે, માર્ચના અંતે 16 દિવસના એનરોલમેન્ટ ગાળા દરમ્યાન અમારી પાસે વિશાળ, વૈવિધ્ય ધરાવતા કોવિડ-19ના દર્દીઓ હતા, જ્યાંથી દર્દીઓને નિયંત્રિત કરવા માટે અમને એક આક્રમક મેળ ખાતી અલ્ગોરિધમ પદ્ધતિનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.”
બોવિયેરે ઉમેર્યું હતું કે “અમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કે અમારા શરૂઆતનાં મૂલ્યાંકન, કન્વેલ્સેન્ટ પ્લાઝ્માના એક અસરકારક હસ્તક્ષેપના સમર્થનમાં સાબિતી આપે છે, જોકે આ સંશોધનો સુનિશ્ચિત કરવાં અને વિવિધ લોકોમાં વધુ નિશ્ચિત નિષ્કર્ષ લાવવા માટે વધુ અભ્યાસની જરૂર છે.”
આ અભ્યાસ માટે, પ્લાઝ્મા મેળવનારા તેમજ નિયંત્રિત દર્દીઓ એટલે કે પ્લાઝ્મા નહીં મેળવતા દર્દીઓ અન્ય બેઝલાઈન વસ્તીવિષયક પરિબળો અને કોમોરબિડિટીઝ એટલે કે બીમારીની સહ-અસરો ઉપરાંત, ઉપચારના પહેલા દિવસથી તેમના સપ્લીમેન્ટલ ઓક્સિજનની જરૂરિયાત માટે 100 ટકા બંધબેસતા હતા.
તેમાંથી 69.2 ટકા હાઈ-ફ્લો ઓક્સિજન મેળવતા હતા અને 10.3 ટકા ઈન્વેઝિવ મિકેનિકલ વેન્ટિલેશન મેળવી રહ્યા હતા. 14મા દિવસ સુધીમાં પ્લાઝ્માના 18 ટકા દર્દીઓની તબીબી હાલત કથળી હતી, જ્યારે 24.3 ટકા નિયંત્રિત દર્દીઓની હાલત કથળી હતી.
પહેલા અને સાતમા દિવસે, પ્લાઝ્મા સારવાર મેળવી રહેલા જૂથમાં દર્દીઓના કથળતી ઓક્સિજનની સ્થિતિવાળા દર્દીઓમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ તેમાં કોઈ મોટો આંકડાકીય તફાવત ન હતો.
પહેલી મેના રોજ પ્લાઝ્મા મેળવનારા 12.8 ટકા તેમજ પ્લાઝ્મા નહીં મેળવનારા 24.4 ટકા નિયંત્રિત દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, જેનો ગુણોત્તર 1ઃ4 હતો. પ્લાઝ્મા મેળવનારા 71.8 ટકા તેમજ નિયંત્રિત 66.7 ટકા દર્દીઓ સારવાર મેળવ્યા બાદ જીવિત ડિસ્ચાર્જ કરાયા હતા.
યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા સિંગલ-પેશન્ટ ઈમર્જન્સી ઈન્વેસ્ટિગેશનલ ન્યુ ડ્રગ પ્રોસેસ હેઠળ સ્થાપિત કરાયેલા માપદંડ અન્વયે કોવિડ-19 માટે કન્વેલેસેન્ટ પ્લાઝ્મા ટ્રાન્સફ્યુઝન માટે દર્દીઓની પાત્રતા નક્કી કરવામાં આવી હતી. પ્લાઝ્મા મેળવનારા દર્દીઓને દાતાઓ પાસેથી કન્વેલેસેન્ટ પ્લાઝ્મા સાથે સાર્સ-કોવ-ટુ એન્ટી-સ્પાઈક એન્ટીબોડી ટાઈટર (લેવલ) 1ઃ320 ડાયલ્યુશનથી વધુ અથવા સમાન ટ્રાન્સફ્યુઝ કરાયું હતું અને તમામ પ્રાપ્તકર્તાને તેમના લોહીના પ્રકાર સાથે બંધબેસતા કન્વેલેસેન્ટ પ્લાઝ્માના બે યુનિટ્સ ટ્રાન્સફ્યુઝ કરાયાં હતાં.
મહત્ત્વપૂર્ણ વાત એ હતી કે બંધબેસતા નિયંત્રિત દર્દીઓના સમૂહને હોસ્પિટલના ઈલેક્ટ્રોનિક રીતે સચવાયેલા ડેટાબેઝ દ્વારા માઉન્ટ સિનાઈના બાયોસ્ટેસ્ટિસ્ટિશિયનોએ તૈયાર કરેલી આક્રમક મેચિંગ અલ્ગોરિધમનો ઉપયોગ કરીને નક્કી કરાયા હતા, જેમાં દર્દીઓની માહિતી ત્રણ તબક્કામાં પ્લાઝ્મા મેળવનારા દર્દીઓ અને નિયંત્રિત દર્દીઓ સાથે બંધબેસતી હતી.
1) બેઝલાઈન વસ્તીવિષયક અને ઉંમર, જાતિ, સિગારેટનું વ્યસન, મેદસ્વીતા, ડાયાબિટીસ, સીઓપીડી અથવા ઊંઘની બીમારી, ડી-ડાઈમર અને સી-રિએક્ટિવ પ્રોટિન સહિતની કોમોરબિડિટીઝ;
2) પૂરક ઓક્સિજનની જરૂરિતાય સહિત ટ્રાન્સફ્યુઝન ડેટાનો દિવસ, હોસ્પિટલમાં રોકાણનો ગાળો, લઘુતમ ઓક્સિજન પરિપૂર્ણતા, હૃદયના ધબકારા, રેસ્પિરેટરી રેટ અને સિસ્ટોલિક તેમજ ડાયસ્ટોલિક બીપી;
3) હાઈડ્રોક્ઝિક્લોરોક્વિન અથવા એઝિથ્રોમાઈસિન, જો ઈન્ટ્યુબેટેડ કરાયા હોય તો ઈન્ટ્યુબેશન સ્ટેટસ અને ઈન્ટ્યુબેશનના ગાળા સહિતનો ટ્રાનસ્ફ્યુઝનના દિવસ સુધીનો ટાઈમ-સીરીઝ ડેટા
નિયંત્રિત દર્દીઓ માટે, ટ્રાન્સફ્યુઝનનો દિવસ રોકાણની લંબાઈ દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો, જેના ઉપર તેમના પ્લાઝ્મા મેળવનાર દર્દીને ટ્રાન્સફ્યુઝન કરાયું હતું. કન્વેલેસેન્ટ પ્લાઝ્મા ટ્રાન્સ્ફ્યુઝનની વ્યક્તિગત અસર સુનિશ્ચિત કરવા અથવા ઓક્સિજનેશન અને બચાવ વધારવા માટે સંશોધન ટુકડીએ 24મી માર્ચથી આઠમી એપ્રિલ, 2020ના સમાન સમયગાળા દરમ્યાન ધ માઉન્ટ સિનાઈ હોસ્પિટલના કોવિડ-19ના નિદાન પામેલા દર્દીઓની વિગતોનો ઉપયોગ કરીને પ્રોપેન્સિટી સ્કોરની સરખામણી કરતું વિશ્લેષણ હાથ ધર્યું હતું. આગાહી કરનારાઓમાં હાઈડ્રોક્ઝિક્લોરોક્વિન અને એઝથ્રોમાઈસિન લેવા, ઈન્ટ્યુબેશનના સ્ટેટસ અને સમયગાળા, હોસ્પિટલમાં કેટલું લાંબું રોકામ કરાયું તેમજ ટ્રાન્સ્ફ્યુઝનના દિવસે ઓક્સિજનની જરૂરિયાત ઉપર સચોટ મેળવણી લાગુ કરવામાં આવી હતી.