નાગરિક સંશોધનના બિલને લઇને દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે તે સ્થિતી હજુ પણ યથાવત છે. જેમાં કેટલાક દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલા જામિયા મિલ્લિયા ઇસ્લાનિયાના વિદ્યાર્થીઓ પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો. જેમાં પોલીસની બરબરતા તો ત્યાં સુધી વધી ગઇ કે લાઇબ્રેરીમાં વાંચન કરતા વિદ્યાર્થીઓ પર પણ તેને બળ પ્રયોગ કર્યો હતો. જેને લઇને નારાજ વિદ્યાર્થીઓ કોલેજના કેમપ્સ છોડીને ચાલતી પકડી છે તેવા દ્રશ્ય જોવા મળ્યા છે.
ઉલ્લેખનિય છે કે, સવાલ પણ ઉઠતા હતા કે પોલીસે કેમ્પસમાં કોઇ પણ પરવાનગી વિના પ્રવેશ કેમ કર્યો હતો અને નિર્દોષ વિદ્યાર્થીઓ પર બળ પ્રયોગ કર્યો હતો. જેમાં દિલ્હી પોલીસ હેડક્વાર્ટર બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા 50 વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. જે તમામને આજે વ્હેલી સવારે મુક્ત કર્યા હતાં.
મહત્વની વાત તો એ છે કે, સમગ્ર વિરોધ વચ્ચે હવે આગામી 5 જાન્યુઆરીના રોજ ફરી કેમ્પસ ધમધમશે તેવી આશા સેવાઇ રહી છે.