કોલકાતાઃ સમગ્ર દેશમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યાં છે. મમતા સરકારે 9 જુલાઇના રોજ રાત્રીના 9 વાગ્યાથી રાજ્યના તમામ કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉન ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા હુકમ મુજબ કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનને ભેગા કરીને મોટો કન્ટેન્મેન્ટ ઝોન બનાવી શકાય છે. આ ઝોનમાં કડક લોકડાઉન લાગુ કરવામાં આવશે.

લોકડાઉન દરમિયાન કન્ટેન્મેન્ટ ઝોનવાળા વિસ્તારોમાંની તમામ સરકારી અને બિન-સરકારી કચેરીઓ બંધ રહેશે. આ વિસ્તારોમાં કોઈ પણ અનિવાર્ય પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. આ વિસ્તારોમાં લોકોને કોઈ પણ શરત હેઠળ એકઠા થવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ વિસ્તારોના લોકોને તેમની ઓફિસોમાં જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સરકારના આદેશ અનુસાર આ વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓની તમામ જરૂરી ચીજોની હોમ ડિલિવરી કરવામાં આવશે.