લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પ્રવાસી શ્રમિકોને પગપાળા, ટુ વ્હીલર અથવા અન્ય કોઈ વાહન દ્વારા પ્રવાસ નહીં કરવા અપીલ કરી છે. તેમણે શ્રમિકોને સરકારી વાહનો દ્વારા તેમના ઘર સુધી પહોચાડવાની ખાતરી આપી છે. રાજ્ય સરકાર શ્રમિકોને રાજ્યમાં વિના મૂલ્યે ટ્રેન દ્વારા લાવી રહી છે. આમાં બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
ઓરૈયા માર્ગ અકસ્માત બાદ મુખ્યપ્રધાન અધિકારીઓથી ખૂબ નારાજ છે. તેમના નિવાસસ્થાને મળેલી સમીક્ષા બેઠકમાં આદેશ આપવામાં આવ્યો છે કે, રાજ્યના સરહદી વિસ્તારોમાં કોઈપણ રાહદારીઓ પગપાળા અથવા બાઇક, ટ્રક સહિત અન્ય ગેરકાયદેસર અને અસુરક્ષિત વાહનો દ્વારા આવતા ન હોવા જોઈએ. જો તેઓ આવશે તો, ગેરકાયદેસર વાહન કબજે કર્યા બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમોનું કડક પાલન કરવાના આદેશ આપ્યા છે.
મુખ્યપ્રધાને વધુમાં કહ્યું કે, રાજ્યની સરહદમાં પ્રવેશતાં જ પરપ્રાંતિયોને ખોરાક અને પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યારબાદ તેઓનું સ્ક્રિનિગ કરવામાં આવશે. તેઓને સુરક્ષિત રીતે ઘર પહોંચાડવામાં આવશે. બોર્ડર પરના દરેક જિલ્લામાં 200 બસો મૂકવાનો ઓર્ડર પહેલેથી જ આપવામાં આવ્યો છે.
પ્રવાસી શ્રમિકો માટે કોરોન્ટાઇન સેન્ટર અને કમ્યુનિટી કિચનની વ્યવસ્થાની સિસ્ટમ જાળવવા સૂચનો આપવામાં આવ્યા છે. તેમજ સ્વચ્છતા અને સલામતી માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. કમ્યુનિટી કિચનના માધ્યમથી શુધ્ધ ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મોનિટરિંગ સમિતિઓને સક્રિય રાખવામાં આવશે. જેથી તે બહારના લોકો પર નજર રાખી શકે.
મુખ્યપ્રધાન હેલ્પલાઇનના માધ્યમથી આ સમિતિના સભ્યો સાથે નિયમિત વાતચીત કરવામાં આવશે. હોમ કોરોન્ટાઇનમાં રહેનાર પ્રવાસી શ્રમિકોની જાણકારી પણ સમિતિઓ પાસેથી પ્રાપ્ત કરવામાં આવશે. લોકડાઉનનો કડક અમલ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે કોઇ પણ જગ્યાએ વધારે લોકોએ એકઠા ન થવું. તેમણે દરેક ગામમાં અલ્ટ્રારેડ થર્મોમીટર માટેની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે. આ સપ્તાહમાં 10 હજાર ટેસ્ટ દરરોજ કરવામાં આવશે. વેન્ટિલેટરની સરળ કામગીરી માટે દરેક જિલ્લામાં પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિકલની ઉપલબ્ધતા કરવામાં આવશે. આ ઉપરાંત કોવિડ હોસ્પિટલોમાં એક લાખ બેડ તૈયાર કરવા સૂચના આપી છે.