ન્યૂઝ ડેસ્ક: સુપ્રીમ કોર્ટે 26 જૂન, 2020ના રોજ ધોરણ-10 અને 12ની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓના ફાઇનલ દેખાવનું મૂલ્યાંકન કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) દ્વારા દરખાસ્ત કરવામાં આવેલી યોજનાના ડ્રાફ્ટ નોટિફિકેશનનો સ્વીકાર કર્યો હતો.
સીબીએસઇ અને આઇસીએસઇએ કોવિડ-19 મહામારી સામે વિદ્યાર્થીઓનું રક્ષણ કરવાના હેતુથી 1 અને 15 જુલાઇની વચ્ચે યોજાનારી બાકીની પરીક્ષાઓ રદ કરી હતી.
વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક સ્ટાફનાં સલામતી, આરોગ્ય તથા સામાજિક સાંવેદનિક સુખાકારીને ધ્યાનમાં રાખીને વિશ્વભરની શિક્ષણ વ્યવસ્થાઓ અણધારી આવી પડેલી કોવિડ-19 મહામારી સામે પ્રતિસાદ આપવા માટે પ્રયત્નશીલ છે.
ભારત, અંગોલા, ઇન્ડોનેશિયા, માલ્ટા, મેક્સિકો, માઇક્રોનેશિયા, મોંગોલિયા, મોરોક્કો, પાલાઉ, થાઇલેન્ડ, ટોંગા અને વેનેઝુએલા જેવા દેશોએ પરીક્ષાના વૈકલ્પિક અભિગમો રજૂ કરવાનો નિર્ણય લીધો હતો.
કોવિડ-19 મહામારી દરમિયાન નિયત મૂલ્યાંકનો અને પરીક્ષાઓ સામે દેશોનો વર્તમાન પ્રતિસાદ નીચે પ્રમાણે છેઃ
ઘણા આરબ દેશોએ રાષ્ટ્રીય પરીક્ષાઓ રદ પણ નથી કરી તથા ખાસ કરીને શાળામાં છેલ્લું વર્ષ હોય તેવી (ધોરણ 12)ની પરીક્ષાઓમાંથી મુક્તિ પણ નથી આપી. આ પરીક્ષાઓ સ્વચ્છતા અને સ્ટરિલાઇઝેશનનાં વધુ ચુસ્ત પગલાં સાથે શાળા કે કેન્દ્રોની અંદર હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉદાહરણ સ્વરૂપે, ઇજિપ્ત, જોર્ડન, મોરક્કો, પેલેસ્ટાઇન અને સિરીયા જેવા દેશો હજી પણ આ પરીક્ષાઓની જાહેર કરાયેલી તારીખોએ પરીક્ષા યોજવા મક્કમ છે.
જર્મનીએ જાહેરાત કરી હતી કે, એબિટ્યૂર (માધ્યમિક શિક્ષણના અંતે લેવાતી પરીક્ષાઓ) યથાવત્ રાખવામાં આવશે અને ઇન્ફેક્શનનું જોખમ ઘટાડવા માટે શાળાઓએ સલામતીનાં પગલાં લેવાનાં રહેશે.
ફિનલેન્ડે આખરી વર્ષના જનરલ અપર સેકન્ડરી વિદ્યાર્થીઓની મેટ્રિકની પરીક્ષાઓ હાથ ધરવાનું નક્કી કર્યું હતું. રાષ્ટ્રીય સ્તરની આ એકમાત્ર સ્ટાન્ડર્ડાઇઝ્ડ પરીક્ષા હોય છે. વિદ્યાર્થીઓ પાસે અમર્યાદિત વખત પરીક્ષા રિન્યૂ કરવાનો વિકલ્પ પણ મોજૂદ છે.
ઇટલી – જાહેર શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી કે, તેઓ શક્ય તેટલી વહેલી તકે પરીક્ષાઓ અંગે નિર્ણય લેશે, પરંતુ આજ દિન સુધી પરીક્ષાઓ રદ પણ નથી થઇ કે પાછી પણ નથી ઠેલાઇ.
ફ્રાન્સ – સ્પર્ધાત્મક સ્વરૂપની રાષ્ટ્રીય શિક્ષક ભરતી જુન અને જુલાઇની વચ્ચે હાથ ધરાય, તેવી અપેક્ષા છે, પરંતુ કોવિડ-19ની સ્થિતિની ગતિવિધિ અનુસાર તેમાં ફેરફાર થઇ શકે છે.
લક્ઝમ્બર્ગ – માધ્યમિક શાળાકીય શિક્ષણ પૂર્ણ થવાની પરીક્ષાઓ આગામી તારીખોમાં યોજાશે, પરંતુ પરીક્ષાની સામગ્રી તથા પ્રશ્નોત્તરી તૈયાર કરવાની જવાબદારી ધરાવતા કમિશનને મંત્રી દ્વારા એ તથ્ય ધ્યાનમાં રાખવાની સૂચના આપવામાં આવી છે કે, તમામ અભ્યાસક્રમો પૂરા કરવામાં આવ્યા નથી, વિદ્યાર્થીઓનું શિક્ષણ અપૂર્ણ છે.
પોલેન્ડ – સરકારે સંકેત આપ્યો હતો કે, શાળાનું કેલેન્ડર વર્ષ બદલવાની જરૂર નથી. જોકે, કોરોનાવાઇરસ સામેના ખાસ ઉપાયો સામેની કાર્યવાહી રાષ્ટ્રીય શિક્ષણ મંત્રીને પરીક્ષાની તારીખો સહિત શાળાકીય વર્ષને નવેસરથી તૈયાર કરવાનો અધિકાર બક્ષે છે.
ન્યૂઝિલેન્ડ – આ દેશ દક્ષિણ ગોળાર્ધના અન્ય દેશો સાથે ગોઠવાયેલું શૈક્ષણિક વર્ષ ધરાવે છે. ન્યુઝિલેન્ડમાં ડિજિટલ પરીક્ષા હાથ ધરવાના વિકલ્પ સાથે નક્કી કર્યા પ્રમાણે નવેમ્બરમાં પરીક્ષાઓ યોજાવાની છે.
કઝાખિસ્તાન – શિક્ષણ અને વિજ્ઞાન મંત્રીએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે, યુનાઇટેડ નેશનલ ટેસ્ટ (11મા ધોરણ પછી રાષ્ટ્રીય સ્તરે લેવાતી પરીક્ષાઓ) રદ પણ નહીં થાય કે ન તો તે પાછી ઠેલાશે. વળી, શિક્ષણનો કાર્યક્રમ ડિસ્ટન્સ લર્નિંગને અનુરૂપ કરવામાં આવ્યો હોવા છતાં, હાલના તબક્કે ફોર્મેટમાં પણ કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં.
બ્રાઝિલે જાહેરાત કરી હતી કે, નેશનલ હાઇ સ્કૂલ એક્ઝામિનેશન 2020 ડિજિટલ તથા પેપર ફોર્મેટમાં હાથ ધરવામાં આવશે અને પરીક્ષાના માળખામાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં.
કોસ્ટા રિકાએ એક ધોરણમાંથી બીજા ધોરણમાં જવા માટેના પ્રમાણન માટે અમલમાં મૂકાતા રાષ્ટ્રીય મૂલ્યાંકનની પ્રક્રિયાને યથાવત્ રાખી છે.
આયર્લેન્ડે દેશની મૌખિક અને પ્રેક્ટિકલ પર્ફોર્મન્સ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો હતો.
નોર્વેએ જુનિયર હાઇ સ્કૂલ તથા હાઇ સ્કૂલના છેલ્લા વર્ષ માટેની મોટાભાગની રાષ્ટ્રીય પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રાલયે જાહેરાત કરી છે કે, તેને સ્થાને શાળાઓ વધુ સાતત્યપૂર્ણ મૂલ્યાંકન પૂરું પાડશે, જેથી શિક્ષકોને માર્ક્સ મૂકવા માટેનો સંભવિત શ્રેષ્ઠ આધાર મળી રહે. દરેક વિદ્યાર્થી પાસ થાય અને તેનું શિક્ષણ ચાલુ રાખી શકે, તે સુનિશ્ચિત કરવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
નેધરલેન્ડ્ઝ પ્રાથમિક શાળાના અંતે, માધ્યમિક શિક્ષણ તરફની પ્રગતિમાં સામાન્યપણે વિદ્યાર્થીઓની શાળા દ્વારા આપવામાં આવતી સલાહ અને ફાઇનલ પરીક્ષા પર આધાર રાખે છે. જોકે, આ વર્ષે કોરોના વાઇરસની મહામારીને કારણે પ્રાથમિક શાળાનું શિક્ષણ સમાપ્ત થયે ફાઇનલ પરીક્ષા યોજવામાં આવશે નહીં. હાલના તબક્કે, માધ્યમિક શિક્ષણ તરફની વિદ્યાર્થીની પ્રગતિ માત્ર શાળાની સલાહ પર આધારિત રહેશે, જે પ્રાથમિક શાળાનો પ્રોફેશનલ અભિપ્રાય મેળવે છે.
યુનાઇટેડ કિંગ્ડમ (બ્રિટન) – સામાન્યપણે મે અને જુન મહિનામાં હાથ ધરાતી જનરલ સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (જીસીએસઇ) અને એ લેવલ્સ સહિતની શાળાકીય પરીક્ષાઓ ચાલુ શૈક્ષણિક વર્ષે શાળાઓ બંધ હોવાને કારણે રદ કરાઇ છે. સરકાર એક યોગ્ય અને મજબૂત વ્યવસ્થા ગોઠવવા માટે કટિબદ્ધ છે.
સ્લોવેકિયા – રાષ્ટ્રીય પરીક્ષાઓના સંદર્ભમાં, શાળામાં અંતિમ વર્ષ હોય તેવાવ વિદ્યાર્થીઓ માટેની લેખિત પરીક્ષા (સ્ટેટ મેચ્યુરા) રદ કરવામાં આવી છે અને આ શૈક્ષણિક વર્ષમાં તે પરીક્ષા યોજાશે નહીં. ચાલુ શૈક્ષણિક વર્ષ માટેની ટેસ્ટ- 9 (15 વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવતી લેખિત પરીક્ષા) પણ રદ કરવામાં આવી છે.
ઇન્ડોનેશિયાએ જુનિયર અને સિનિયર માધ્યમિક શાળા માટેની એન્ડ-ઓફ-સ્કૂલ યર માટેની રાષ્ટ્રીય પરીક્ષા રદ કરી હતી. વિદ્યાર્થીઓનું ગ્રેજ્યુએશન આગલા પાંચ સેમેસ્ટરના વિદ્યાર્થીના અહેવાલ દ્વારા નક્કી કરવામાં આવશે.
જાપાન – યુનિવર્સિટીની (પબ્લિક યુનિવર્સિટી માટેની) પરીક્ષાઓ સામાન્યપણે બે તબક્કા ધરાવે છે. પ્રથમ તબક્કામાં નેશનલ સેન્ટર ફોર યુનિવર્સિટી એન્ટ્રન્સ દ્વારા પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાઓ અગાઉથી નિયત કાર્યક્રમ મુજબ જાન્યુઆરી, 2020માં યોજાઇ હતી. પબ્લિક યુનિવર્સિટી માટે, પ્રવેશનાં પરિણામો આ પરીક્ષાના સ્કોર તથા દરેક યુનિવર્સિટી દ્વારા અલગથી યોજવામાં આવેલી પરીક્ષાઓના બીજા રાઉન્ડના સ્કોરના સંયોજનના આધારે નક્કી કરવામાં આવે છે. 30 જાન્યુઆરી તથા 7 ફેબ્બરુઆરીના રોજ જારી કરવામાં આવેલી શિક્ષણ, સંસ્કૃતિ, રમત-ગમત, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય (MEXT)ની વિનંતીને પગલે કેટલીક યુનિવર્સિટીઓએ તેમની યુનિવર્સિટી સ્તરની પરીક્ષાઓ રદ કરી હતી. તેવા કિસ્સામાં, યુનિવર્સિટીઓએ નેશનલ સેન્ટર પરીક્ષાના સ્કોર પર આધારિત નિર્ણયોનો સ્વીકાર કર્યો હતો.
યુગાન્ડા – મંત્રાલયે કટોકટીના આ ગાળામાં તમામ પરીક્ષાઓ મોકૂફ કરી દીધી હતી, કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ પાસે પરીક્ષાઓ આપવા માટેનાં પૂરતાં ઉપકરણો ઉપલબ્ધ નથી. પહેલી ટર્મના અંતે કોઇ ઔપચારિક કે ટર્મના અંતે લેવાનારી પરીક્ષા હાથ ધરાશે નહીં. શાળાઓ માત્ર એક મોક એક્ઝામિનેશન હાથ ધરશે, જે ટર્મના અંતે યોજાશે.
યુનાઇટેડ સ્ટેટ્સ
અમેરિકન (સમવાયી) સરકારે જાહેરાત કરી હતી કે, તમામ સ્ટેટ્સને 2019-2020ના શૈક્ષણિક વર્ષ માટેની કે-12 શાળાઓની સંઘીય રીતે (ફેડરલી) સ્ટાન્ડર્ડાઇઝ્ડ પરીક્ષાઓ રદ કરવાની પરવાનગી આપવામાં આવશે અને તે સમગ્ર બોર્ડને પરીક્ષાની પ્રક્રિયામાંથી મુક્તિ આપશે.
કોવિડ-19ના ફેલાવાને ધ્યાનમાં રાખીને, બાંગ્લાદેશ, ચીન, ફીજી, ભારત, ઇન્ડોનેશિયા, ઇરાન, મલયેશિયા, મોંગોલિયા, નેપાળ, પાકિસ્તાન, પલાઉ, ફિલિપિન્સ, રિપબ્લિક ઓફ કોરિયા, સામોઆ, સિંગાપોર, શ્રીલંકા, થાઇલેન્ડ, ટોંગા, ઉઝબેકિસ્તાન, વિએટનામ જેવા એશિયન પેસિફિક દેશો પરીક્ષાઓનાં શિડ્યૂલ નવેસરથી તૈયાર કરવાના અથવા તો પરીક્ષાઓ પાછી ઠેલવાના વિકલ્પો અપનાવી રહ્યા છે.
પરીક્ષા અંગે વિવિધ દેશો દ્વારા અપનાવાયેલી રણનીતિઓ - વાંચન વિશેષ