નવી દિલ્હી: કોરોનાને કારણે વિશ્વવ્યાપી હોબાળો મચ્યો છે. અમેરિકા જેવી વૈશ્વિક શક્તિ પણ પ્રભાવિત છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક પ્રેસકોન્ફરન્સમાં કહ્યું કે, અમેરિકના રાષ્ટ્રપતિનું નિવેદન આવ્યું કે, કદાચ એક લાખથી દોઢ લાખ લોકો મરી શકે છે. તેથી જ લોકડાઉન જરૂરી છે.
મુખ્ય પ્રધાને લોકોને પ્રેરણા આપવા માટે એક વાર્તા પણ કહી હતી. આ વાર્તા મહાભારત સાથે સંકળાયેલા વિદુર-યુધિષ્ઠિર સંવાદથી ઉદ્ભવી છે. એકવાર યુધિષ્ઠિરે વિદુરને પૂછ્યું હતું કે, જો જંગલમાં આગ લાગે તો કોણ મરી જશે અને કોણ બચી શકશે. વિદુરે જવાબ આપ્યો કે, સૌથી શક્તિશાળી પ્રાણી, સિંહ, હાથી બધા મરી જશે, જે સૌથી ઝડપથી ચાલતા પ્રાણીઓ છે, જેમ કે, હરણ સસલા બધા મરી જશે. દરમાં રહેવા વાળા પ્રાણી જીવંંત રહેશે.
યુધિષ્ઠિરે વિદુરને પૂછ્યું કે, કોણ ટકી રહેશે, વિદુરે કહ્યું કે જેઓ તેના દરમાં રહે છે તે બચી જશે. વાર્તા સંભળાવ્યા પછી મુખ્યપ્રધાનેે કહ્યું કે કોરોના પણ જંગલની અગ્નિની જેમ છે, જેઓ તેમના મકાનમાં રહે છે તે બચી જશે. મુખ્યપ્રધાને આ દરમિયાન એમ પણ કહ્યું હતું કે, રામ નવમી છે અને તમે પ્રાર્થના કરોકે જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી તમારા પાડોશમાં કોઈ ભૂખ્યુ નહીં રહે.