મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રની મહત્વકાંક્ષી મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, તે તેના કરતા મુંબઇ અને નાગપુર વચ્ચે આ રીતે તેજ ગતિવાળો રેલ સંપર્કને પ્રાથમિક્તા આપશે. ઠાકરેએ ગઠબંધનમાં કોઇ પણ રીતે અસ્થિરતાને નકારી કાઢી છે.
વિપક્ષી દળ ભાજપા પર તીખો હુમલો કરતા કહ્યું કે, જો મારી સરકાર ત્રણ પૈડાવાળી છે, આ સાચી દિશામાં આગળ વધી રહી છે તો તમને પેટમાં શા માટે દર્દ થાય છે?
મહત્વનું છે કે, પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ પહેલા સત્તારૂઢ એમવીએની તુલના ત્રણ પૈડા, ઑટો રિક્ષા સાથે કરતા તેની સ્થિરતા પર શંકા વ્યક્ત કરી હતી.
ઠાકરેએ કહ્યું કે, જ્યારે તે છેલ્લીવાર રાજગની બેઠકમાં સામેલ થયા તો એક ટ્રેનની જેમ 30થી 35 પૈડા હતા.
ઠાકરેએ સોમવારે પોતાના 60મા જન્મદિવસને ધ્યાને રાખીને શિવસેનાના મુખપત્ર 'સામના'માં પ્રકાશિત પોતાના સાક્ષાત્કારના બીજા અને અંતિમ ભાગમાં કહ્યું કે, મારી સરકારનું ભવિષ્ય વિપક્ષના હાથમાં નથી. સ્ટેયરિંગ મારા હાથમાં છે. ત્રણ પૈડાવાળું વાહન ગરીબ લોકોનું છે. બાકીના બે પાછળ બેઠા છે.
તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર-ઓક્ટોબરની રાહ શા માટે જોવી જેવી અટકળો લગાવવામાં આવી રહી છે. જે કોઇને પણ મારી સરકાર પાડવી છે તે આજે જ ભાંગી પાડે. અમુક લોકોને બનાવવામાં ખુશી મળે છે તો અમુક લોકોને ભાંગવામાં ખુશી મળે છે. જો તમને બગાડવામાં આનંદ મળે છે તો તેમ જ કરો.
મુખ્ય પ્રધાને પૂછ્યું કે, તમે કહો છો કે, એમવીએ સરકાર લોકતાંત્રિક સિદ્ધાંતો વિરૂદ્ધ બની છે, પરંતુ જ્યારે તેને તોડો છો ત્યારે શું તે લોકતંત્ર છે?
એક પ્રશ્ન પર ઠાકરેએ કહ્યું કે, તેઓ બદલાયા ન હતા પરંતુ જોડાયા હતા.
મુંબઇ- અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના પર કહ્યું કે, ત્રણ પૈડાવાળું વાહન ગરીબ લોકોનું વાહન છે. જો મને બુલેટ ટ્રેન અને ઑટો રિક્ષા વચ્ચે પસંદ કરવાનું હોય તો ઑટો રિક્ષાને પસંદ કરીશ. જો લોકો બુલેટ ટ્રેન ઇચ્છતા નથી તો એમ થશે નહીં.
મુખ્ય પ્રધાને કહ્યું કે, તે એ પરિયોજનાઓને બંધ કરશે જેમણે લોકો ઇચ્છતા નથી. તેમણે કહ્યું કે, હાલમાં જ થયેલા 16,000 કરોડ રુપિયાના કરાર શરુઆતી ચરણમાં છે અને રોકાણ આવી રહ્યું છે.
ઠાકરેએ એમ પણ કહ્યું કે, ત્રણ દળની ગઠબંધન સરકારમાં અણદેખું કરવાની કોંગ્રેસની ફરીયાદને પ્રદેશ કોંગ્રેસ નેતાઓની સાથે તેમની બેઠક બાદ નિરાકરણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, મારા રાકાંપા પ્રમુખ શરદ પવાર સાથે સારો તાલમેલ છે. હું વચ્ચે- વચ્ચે સોનિયા ગાંધીને પણ ફોન કરું છું.
તેમનું માનવું છે કે, રાજ્યની અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નથી, પરંતુ આ સાથે જ કહ્યું કે, પુરી દુનિયા આ સંકટનો સામનો કરી રહી છે.
શિવસેના અધ્યક્ષે કહ્યું કે, વડા પ્રધાન મોદી બધા મુખ્ય પ્રધાનોને લોકલુભાવણા પગલાઓ તરીકે કોઇ પણ છૂટ અથવા સબસીડી આપવાની જાહેરાત ન કરવા માટે કહ્યું છે, કારણ કે, આ અર્થવ્યવસ્થા પર ભારણ વધુ વધશે.
કોવિડ 19 મહામારી દરમિયાન બહાર ન નીકળવાને લઇને આલોચનાઓ પર ઠાકરેએ કહ્યું કે, તે ઘરમાં બેસીને જ ચર્ચા અને વિચાર-વિમર્શની સાથે એમઓયૂ પર હસ્તાક્ષર કરી રહ્યા છે.
રાજ્યમાં રોકાણમાં ચીની કંપનીઓની ભાગીદારી વિશે પૂછવા પર તેમણે કહ્યું કે, હાલના એમઓયૂમાં ચીની કંપનીઓની હાજરીથી વધુ મહત્વપૂર્ણ એ છે કે, શું દેશમાં ચીની રોકાણ રહેવું જોઇએ કે નહીં. તેમણે કહ્યું કે, વડા પ્રધાનની સાથે એક વીડિયો કોન્ફરન્સ બેઠક દરમિયાન મેં તેમને ચીનની સાથે વેપાર કરવા પર રાષ્ટ્રીય નીતિ બનાવવાનો અનુરોધ કર્યો હતો.