શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવના શિવ ઉપરાંત આ મહિનો માતા પાર્વતીની પૂજા માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
કહેવાય છે કે, જે પણ શ્રદ્ઘાળુ આ મહીને માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરે છે તેમને ભોળાનાથની અસિમ કૃપા મળે છે.
શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવામાં આવે છે. જુદી-જુદી વસ્તુથી રૂદ્રાભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. આ વખતે શ્રાવણના મહિનાની ખાસ વાત એ છે કે, શ્રાવણના 4 સોમવાર હશે. શ્રાવણનો અંતિમ દિવસ 15 ઑગષ્ટ છે. આ દિવસે સ્વતંત્ર્યતા દિનની સાથે રક્ષાબંધન પણ છે.
આ વખતે શ્રાવણ માસમાં કેટલાય શુભ સંયોગ બન્યા છે. શ્રાવણના પ્રથમ સોમવારે કૃષ્ણપંચમી, બીજા સોમવારે ત્રયોદશી પ્રદોષ વ્રત, ત્રીજા સોમવારે નાગ પાંચમી અને ચોથા સોમવારે ત્રયોદશી તિથિના શુભ સંયોગમાં ઉજવવામાં આવશે.