ઔરંગાબાદની સુર્યનગરી દેવમાં આસ્થાનો મહાપર્વ છઠ નિમિત્તે અર્ધ્ય પછી બેકાબુ બનેલી ભીડમાં દબાઈને 2 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં પટના જિલ્લાના બિહટા ગામનો 6 વર્ષીય બાળક અને ભોજપુર જિલ્લાના સહારની દોઢ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. જ્યારે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના દેવ પ્રખંડ મુખ્યાલય સ્થિત સુર્યકુંડ પસે થઈ હતી. ઘટના બાદ આખા મેળામાં અફરતફરી મચી હતી, પરંતું સક્રિય જિલ્લા કલેક્ટરે તાત્કાલિક પગલા લઈ પરિસ્થિતી પર કાબુ મેળવ્યો હતો.
આ ઘટના બનતા થોડીવાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે થોડીવાર બાદ માહોલ શાંત થઈ ગયો હતો. જિલ્લા કલેક્ટર રાહુલ રંજન મહિવાલ અને SP દિપક બરનવાલે મૃતકોને શાંત્વના આપી હતી. જિલ્લા કલેક્ટરે મૃતકોના પરિવારજનોને નિયમ અનુસાર તાત્કાલિક વળતર અપાશે તેવું જણાવ્યું હતુ. સાથે સાથે આગામી સમયમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની પુરી તકેદારી લેવાશે તેવી બાંહેધરી આપી હતી.