શ્રીનગર: કોરોના વાઇરસ માહામારી દરમિયાન, શ્રીનગર વહીવટીતંત્ર 6,300 થી વધુ સગર્ભા સ્ત્રીઓનો સંપર્ક સાધ્યો છે અને તેમને રાહત પેકેજની ઓફર કરી છે, જે આગામી ચાર મહિનામાં બાળકને જન્મ આપવાની છે. આ સહાય પેકેજમાં નિયમિત ચેકઅપ અને એમ્બ્યુલન્સ માટેની સુવિધાઓ શામેલ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન, એક ટીમ શ્રીનગર શહેર અને બહારના વિસ્તારોમાં ઘરે ઘરે ગઈ હતી અને આ મુશ્કેલ દિવસોમાં મદદની જરૂર રહેલી કુલ 6,330 મહિલાઓને અલગ કરાઇ અને તે પછી આ યોજના બનાવવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરમાં કોરોના વાઇરસના ચેપના 400 થી વધુ કેસ નોંધાયા છે, જેમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. વધતા રોગચાળાના ભયને કારણે કાશ્મીર ખીણના મોટાભાગના લોકો આસોલેશનમાં છે.
અધિકારીઓએ જણાવ્યું કે, ડિલિવરી પહેલાં અને પછીની મહિલાની સ્થિતિનું નિરીક્ષણ ઇન્ટરનેટ આધારિત એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે, જેમાં ડિલિવરીની અપેક્ષિત તારીખ, વહીવટી સહાય, હોસ્પિટલ સહાય અને રસીકરણ કાર્યક્રમ જેવી વિગતો શામેલ હશે.
બાળકનાજન્મ પછી, વહીવટતંત્ર માતાને 'બેબી કીટ' આપશે, જેમાં પોષક પૂરક, લોશન, સાબુ અને સેનિટાઇઝરનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ કીટ ત્રણ મહિના સુધી માતા અને બાળકના ઉપયોગ માટે પૂરતી રહેશે.