આરતીમાં સામેલ દૂર દૂરથી લોકો ઉજ્જૈન આવતા હોય છે. તો આ દરમિયાન ભગવાનને અનેક શ્રૃંગાર કરવામાં આવે છે. ભસ્મ આરતીમાં ભાગ લેવા માટે ભક્તો રાત્રીના 11 વાગ્યાથી જ લાઇનમાં ઉભા રહ્યા હતા. તો આ આરતી 2.30 વાગ્યેથી શરૂ થઇ હતી. જેમાં દુધ,ધી,ફૂલ,ઇત્ર તથા અન્ય વસ્તુઓથી ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે.આરતીમાં સામેલ થવા માટે હજારો શ્રદ્ધાળુઓ બાબા મહાકાલના દરબારમાં પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે.
ત્યારે આ નિમિત્તે ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થિત વિશ્વનાથ મંદિરમાં રાત્રીથી જ ભક્તો ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે લાઇનમાં ઉભા હતા.આ સાથે જ ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને મંદિરના સંચાલકોને તમામ સુવિધાઓ કરી હતી.
કાંવડિયોને કોઈ પરેસાની ન થાય તે માટે CM યોગીના નિર્દેશ મુજબ વિશ્વનાથ મંદિર જવાના માર્ગ પર જે બૈરિકેન્ડિમગ પર રેડ કાર્ડ બતાવામાં આવ્યો છે. તો ગરમીથી રાહત આપવા માટે માર્ગો પર પાણી પણ નાખવામાં આવે છે. સરકારે કાંવડિયોની કાવડ યાત્રાને ધ્યાનમાં રાખીને સુખદ અને પરેશાનીથી મુક્ત સુવિધાઓ કરી આપી છે.