ઉજ્જૈન: આજે ઉત્તર ભારતમાં શ્રાવણનો બીજો સોમવાર છે. ઉજ્જૈન મહાકાલ મંદિરમાં મહાકાલને પંચામૃત દૂધ, દહીં, ધી, સાકર અને સુગંધિત દ્રવ્યોનો અભિષેક કરવામાં આવ્યો હતો. 12 જયોતિલિંગોમાંથી એક મહાકાલને વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભસ્મ આરતી કરવામાં આવી હતી.
મહાકાલના દર્શન કરવા માટે ભક્તો મંદિરમાં પહોંચી રહ્યા છે, પરંતુ કોરોના સંક્રમણને કારણે લોકો મહાકાલના ઓનલાઇન દર્શન કરી રહ્યાં છે. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં શ્રાવણના બીજા સોમવારે રાત્રે 2: 30 વાગ્યે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ મહાકાલને જળ ચઢાવવામાં આવ્યું હતું અને પંચામૃતથી અભિષેક પૂજન બાદ ભાંગનો વિશેષ શ્રૃંગાર કરીને ભસ્મ આરતી કરવામાં આવી હતી.

આજે સાંજે 4 વાગ્યે બાબા મહાકાલની સવારી ફરવા નીકળશે. આ વખતે બાબાની સવારીનો રસ્તો બદલવામાં આવ્યો છે અને સામાન્ય ભક્તોને તેમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ રહેશે.