નવી દિલ્હી: દિલ્હીમાં સાઉથ એશિયન ડિજિટલ મીડિયા એવોર્ડ્સ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઇટીવી ભારતનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઇટીવી ભારતના મેનેજિંગ ડિરેક્ટર બૃહતિ ચેરૂકુરીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે એવોર્ડ ગ્રહણ કરીને સંબોધન પણ કર્યું હતું.
પોતાના સંબોધન દરમિયાન તેમણે ઇટીવી ભારત સાથે જોડાયેલી માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું કે ઇટીવી ભારતનો પ્રયાસ દરેક ખૂણેથી એવા સમાચાર લાવવાનો છે, જેના વિશે કોઈ વાત કરતું નથી અને જે પડકારજનક છે.
ઇટીવી ભારતને બેસ્ટ ડિજિટલ ન્યૂઝ સ્ટાર્ટઅપ કેટેગરીમાં બ્રોન્ઝ એવોર્ડ એનાયત કરાયો હતો.
રામોજી ગ્રુપ સંચાલિત ઇટીવી ભારત 13 ભાષાઓમાં સમાચાર પ્રસારિત કરે છે. ઇટીવી ભારત એપ્લિકેશનને 21 માર્ચ 2019 ના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ લોન્ચ કરી હતી. તે 13 ભાષાઓમાં 29 રાજ્યોના 725 જિલ્લાના સમાચારોને કવર કરે છે.