ETV Bharat / bharat

શ્રમિકો મુદ્દે ચર્ચા કરવા વીડિયો કોન્ફરન્સથી વિપક્ષની બેઠક યોજાઈ, 20 લાખ કરોડના પેકેજને સોનિયા ગાંધીએ મજાક ગણાવ્યું

કોરોના સંકટના લીધે ઉભી થયેલી આર્થિક પરિસ્થિતિ પર મોદી સરકારને ઘેરવા વિપક્ષ એકજૂટ થઇ ગયું છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં વિપક્ષી પાર્ટીઓની એક બેઠક થઈ હતી.

sonia-to-convene-oppn-meet-on-covid-19-today-bsp-aap-likely-to-skip
આર્થિક સ્થિતિ વિપક્ષની વીડિયો કોન્ફરન્સ, સોનિયા બોલ્યાં- 20 લાખ કરોડનું પેકેજને મજાક
author img

By

Published : May 22, 2020, 7:56 PM IST

નવી દિલ્હીઃ કોરોના સંકટના લીધે ઉભી થયેલી આર્થિક પરિસ્થિતિ પર મોદી સરકારને ઘેરવા વિપક્ષ એકજૂટ થઇ ગયું છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં 22 વિપક્ષી પાર્ટીના નેતા વીડિયો કોન્ફરન્સિંગથી જોડાયા હતાં, જેમાં અમ્ફાનને રાષ્ટ્રીય આપદા જાહેર કરવાની માંગ સાથે મોદી સરકારના 20 લાખ કરોડના પેકેજને મજાક ગણાવ્યું હતું.

આ બેઠકની શરૂઆતમાં અમ્ફાન ચક્રવાતમાં મોત થનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સોનિયા ગાંધીએ બેઠકની શરૂઆત કરી હતી. જો કે, આ બેઠકમાં કોરોના સંકટને પહોંચી વળવા મોદી સરકારે જાહેર કરેલા 20 લાખ કરોડના પેકેજને સોનિયા ગાંધીએ એક મજાક કહ્યું હતું.

આ બેઠકમાં વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકારને અમ્ફાન ચક્રવાતને રાષ્ટ્રીય આપદા જાહેર કરવાની વિનંતી કરી હતી. આ સાથે વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોને ઉગારવા માટે સરકારને મદદ કરવાની માંગ કરી હતી. વિપક્ષની પાર્ટીઓએ કહ્યું કે, સરકારે હવે રાહત અને પુનર્વાસ માટે સૌથી પહેલા આગળ આવવું જોઈએ, પરંતુ કોરોના બીમારીના પ્રકોપની પણ નજરઅંદાજ ન કરી શકાય. આ બેઠકમાં વિપક્ષે કોરોના સંકટ વચ્ચે નાગરિકોને તાત્કાલિક અને સીધી સહાય આપવાનો આગ્રહ કર્યો હતો.

મહત્વનું છે કે, સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં 22 પાર્ટીના નેતાઓ સામેલ થયા હતાં. જેમાં RJDના રાજ્યસભા સાંસદ મનોજ ઝા, RLSPના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા, ભાકપાના ડી રાજા, શરદ યાદવ, RJDના તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લા, જીતનરામ માંઝી, એન.કે.પ્રેમચંદ્રન, જયંત સિંહ, બદરુદ્દીન અજમલ, NCP નેતા પ્રફુલ્લ પટેલ, શરદ પવાર તેમજ શિવસેનાના સંજય રાઉત સહિતના નેતાઓ સામેલ થયા હતાં. જો કે, આ બેઠકમાં BSP અને આમ આદમી પાર્ટી હાજર રહ્યાં નહોતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.