ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ 3 ઓક્ટોબર સુધી તિહાડ જેલમાં રહેશે. દિલ્હીની અદાલતે INX મીડિયા કેસમાં તેમની ન્યાયિક કસ્ટડીનો સમયગાળામાં વધારી દેવામાં આવ્યો છે.
INX મીડિયા કેસ અને મની લોન્ડરિંગના કેસનો ઘટનાક્રમ
15 મે 2017: CBI એ 2007માં 305 કરોડ રુપિયાનું વિદેશી હૂંડિયામણ હસ્તગત કરવા માટે વિદેશી નિવેશ સંવર્ધન બોર્ડ (FIPB)ની મંજૂરી મેળવવા INX મીડિયા કેસમાં ગેરરીતિઓ બદલ FIR દાખલ કરાઈ. જે બાદ ED એ આ સંદર્ભે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.
16 ફેબ્રુઆરી 2018: CBIના પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ચેન્નાઈ એરપોર્ટથી ધરપકડ કરાઈ હતી.
23 માર્ચ 2018: કાર્તિને દિલ્હી સુપ્રિમ કોર્ટમાંથી જામીન મળ્યા હતાં.
30 મે 2018: પી.ચિદમ્બરમે CBI દ્વારા દાખલ કરાયેલા ભ્રષ્ટાચાર કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફ આગોતરા જામીનની માગ કરી હતી.
11 જુલાઈ 2019: શીના બોરા હત્યા કેસના આરોપી અને INX મીડિયા એક્ટિવિસ્ટ ઇન્દ્રાણી મુખર્જી આ કેસમાં સરકારી સાક્ષી બન્યા.
22 ઓગસ્ટ 2019: પી. ચિદમ્બરમને દિલ્હીની એક અદાલતમાં રજુ કરવામાં આવ્યા, જેમાં તેઓને 4 દિવસ CBIની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા.