નવી દિલ્હી: કોંગ્રસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પક્ષના રાજ્યસભાના સભ્ય સાથે બેઠક કરી રહ્યાં છે. આ બેઠકમાં કોરોના મહામારીની સ્થિતિ, વર્તમાન રાજકીય હીલચાલ, ચીન સાથે થયેલો તણાવ અને અન્ય મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં આવી રહી છે.
બેઠકમાં કોરોના મહામારી સંબંધિત હાલાત, રાજસ્થાનમાં ચાલી રહેલી ધમાસણ, લદાખમાં ચીન સાથે થયેલી અથડામણ અને અર્થવ્યવસ્થાને લઇને ચર્ચા કરવામાં આવશે.
કેટલાક દિવસો પહેલા જ કોંગ્રેસના લોકસભા સભ્યો સાથે બેઠક કરી હતી. જેમાં પક્ષના સાંસદોએ રાહુલ ગાંધીને ફરીથી પક્ષના અધ્યક્ષની જવાબદારીની માગ કરી હતી.