ETV Bharat / bharat

લોકડાઉન 4.0: કેટલીક એરલાઇન્સ કંપનીઓએ જૂનથી બુકિંગ શરૂ કર્યું - રાષ્ટ્રીય અધ્યક્ષ સુધાકર રેડ્ડી

કોરોના વાયરસ સંક્રમણને લઈને દેશભરમાં લોકડાઉન થવાને કારણે ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, કેટલીક એરલાઇન્સ કંપનીઓ જૂનથી ટિકિટ બુક કરવાની શરૂઆત કરી રહી છે.

some airline companies started booking from june
કેટલીક એરલાઇન્સ કંપનીઓએ જૂનથી બુકિંગ શરૂ કર્યું
author img

By

Published : May 19, 2020, 11:31 AM IST

મુંબઇ: દેશભરમાં લોકડાઉનને કારણે 31 મે સુધી વ્યાપારી ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. કેટલીક એરલાઇન્સ કંપનીઓએ જૂનથી ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કરી દીધું છે, સૂત્રો દ્રારા આ માહિતી આપવામાં આવી હતી.

મહત્વનું છે કે, કોવિડ -19ને કારણે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન 25 માર્ચથી સ્થગિત તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હાલમાં ઓછામાં ઓછા 31 મે સુધી બંધ છે અને કામગીરી શરૂ કરવા અંગે સરકાર દ્વારા કોઈ માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી.

એક સૂત્રએ જણાવ્યું હતું કે, સ્થાનિક વિમાનમથકોએ જૂનથી તેમની ફ્લાઇટ બુક કરવાનું શરૂ કરી દીધું છે.

જ્યારે સ્પાઇસ જેટના સુત્રનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે, કંપનીએ 15 જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કરી દીધું છે.

ઈન્ડિગો અને વિસ્તારાના સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને કંપનીઓ સ્થાનિક ફ્લાઇટનું બુકિંગ કરી રહી છે.

જો કે, બુકિંગ શરૂ કરવા માટે સ્પાઇસ જેટ, ઈન્ડિગો, વિસ્તારા અને ગોએર તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણીઓ કરવામાં આવી નથી.

સોમવારે, ભારતીય એર ટ્રાવેલર્સ એસોસિએશન (એપીએઆઈ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધાકર રેડ્ડીએ બુકિંગ શરૂ કરવા માટે કેટલીક એરલાઇન્સ કંપનીઓની ટીકા કરી હતી.

તેમણે એક ટ્ટવીટમાં દાવો કર્યો છે કે, અમે સમજીએ છીએ કે, ઇન્ડિગો, સ્પાઈસ જેટ, ગોએઇરને વિચાર કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કરી દીધું છે કે, 1 જૂનથી તેનું સંચાલન શરૂ કરશે. કૃપા કરીને આવી વાતોમાં ન પડતા તમારા પૈસા ઉધાર ખાતામાં જશે તેને તમારી પાસે રાખવા વધુ સારું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.